Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રસ્ટીની બનાવટી સહીથી ૫.૧૧ કરોડનું બાનાખત કરી બેન્કમાંથી લોન લીધી

- બાકરોલ રોડ પર એઇમ્સ એજ્યુકેશન ટ્રસ્ટમાં કરોડોનું કૌભાંડ

- ત્રણ શખ્સોએ ખોટા એજન્ડા બનાવી ટ્રસ્ટીઓના રાજીનામાંનો ઠરાવ કર્યોઃ સગાવહાલા ટ્રસ્ટી તરીકે સમાવેશ કર્યો

આણંદ,તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

વિદ્યાનગરમાં છેલ્લા સાત દિવસમાં કરોડોની ઉથલપાથલના બે કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. ગઈ કાલે વિદ્યાનગર નજીક આવેલ બાકરોલ રોડ પર સ્થિત એક એજ્યુકેશન ટ્રસ્ટ મંડળમાં છેતરપીડીની બુમ પોલીસ મથક સુધી પહોંચી હતી. આ ઘટનામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ખોટી સહીઓ કરી એમઓયું કર્યા બાદ તેની રકમ સભ્યોને ન પહોંચાડી અને વિદેશ ગયેલ ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી એજેન્ડા ખોટા બનાવી ઠરાવો કરી બેન્કમાંથી ૫.૧૧ કરોડનું બાનાખત કરી ૩૯,૬૦,૦૦૦/-ની લોન લીધી હોવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ હતી. આ ઘટનામાં ટ્રસ્ટના ત્રણ ઈસમો સામે ગુનાહિત કાવતરુ રચી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિદ્યાનગર તાબે બાકરોલ-વડતાલ રોડ પર સ્થિત એઈમ્સ એજ્યુકેશન કેમ્પસમાં ચાલતા શૈક્ષણિક ટ્રસ્ટમાં કરોડોની છેતરપીડી અને ગુનાહિત વિશ્વાસઘાત થયાની બુમ પડી હતી.જેમાં સામાજીક સેવા કરતા ઘનશ્યામભાઈ વિરજીભાઈ ગોહેલ જે ગઈ તા. ૨૦-૪-૨૦૧૬ના રોજ ઓસ્ટ્રેલીયા મુકામે ગયા હતા. આ સમયે ટ્રસ્ટનું એમઓયુ કરી રાજેશભાઈ પાઉલભાઈ ચૌહાણ રહે.જીવનજ્યોત સોસાયટી પાધરીયા, નિલય જ્યંતિભાઈ પટેલ, તૃષાર જ્યંતિભાઈ પટેલ બંન્ને રહે વિદ્યાનગર દ્વારા એમઓયુમાં નિર્ધારીત કરેલ રકમ સભ્યો ન આપી ૨૦ થી ૧૫ ટકાની રકમ તેઓને આપી હતી. આ ઘટના બાદ ઘનશ્યામભાઈ પરત આવતા માધવ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈ ટ્રસ્ટીની ઓફિસમાં ઠરાવ કરી અને ખોટા એજેન્ડા બનાવી તેમાં ઘનશ્યામભાઈ ગોહેલની ખોટી સહીઓ કરી હોવાનું માલુમ પડયું હતું. ત્યાર બાદ ઉક્ત ઈસમોએ રાજેશ ચૌહાણની પત્ની અને તેના પુત્રનું નામ ટ્રસ્ટી તરીકે ઉમેર્યું હતું.ત્યાર બાદ ચેરીટી કમિશ્નરની ઓફિસમાં જઈ  આ ઈસમોએ ટ્રસ્ટી રણછોડભાઈ ગોવિંદસંગ જાદવની સહીઓ કરી રુ.૫,૧૧,૦૦,૦૦૦/-નું બાનાખત કર્યું હતું. આ બાનાખતના આધારે ટ્રસ્ટીઓની જાણ બહાર ઉતરસંડાની પિપલ્સ બેન્કમાંથી ૩૯,૬૦,૦૦૦/-ની લોન લીધી હતી.

આ ઘટનાઓ બાદ તા. ૩૦-૩-૨૦૧૫ના રોજ ખોટો એજેન્ડા બનાવી ટ્રસ્ટીઓના રાજીનામા બાબતનો ઠરાવ કરાયો હતો.અને તા. ૨૦-૨-૨૦૧૭ના રોજ ચેરીટી કમિશ્નરની કચેરીમાં તેનો ઉપયોગ કરી તા.૨૫-૧૧-૨૦૧૬ના રોજ ટ્રસ્ટી રણછોડભાઈ ગોવિંદસંગ જાદવની ફેરફાર રિપોર્ટ અને એફીડેવીટમાં ખોટી સહીઓ કરી રાજેશ ચૌહાણ દ્વારા તેમની પુત્રી પ્રાચી અને માતા સિવિતાબેનને ટ્રસ્ટી તરીકે સમાવેશ કર્યાના ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા.ઉક્ત તમામ ઈસમોએ ટ્રસ્ટીઓની જાણ બહાર ટ્રસ્ટની ઓફિસનું સરનામું બદલી નાંખી પોતાના ઘરનું સરનામું કરાવી લીધેલ હોવાથી ઘનશ્યામભાઈ વિરજીભાઈ ગોહેલ દ્વારા ઉક્ત ત્રણેય ઈસમો સામે ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરુ રચી ખોટા દસ્તાવેજો ઉભા કર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાવી હતી.

Post Comments