Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગળતેશ્વરના વાડદની શાળામાં પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને જર્જરીત મકાનમાં બેસાડવા પડયા

- તંત્ર તાકીદે યોગ્ય પગલા ભરે એવી લોકમાગણી

નડિયાદ,તા.12 જૂલાઇ 2018 ગુરુવાર

બે દિવસથી વરસી રહેલો છુટો-છવાયો વરસાદ જિલ્લાવાસીઓ માટે મુસીબતો નોતરી રહ્યો છે. શેઢી નદીનાં પાણી ગળતેશ્વરનાં એક ગામમાં ફરી વળ્યા છે. વાડદમાં વરસાદનાં પગલે શાળામાં પાણી ભરાઈ ગયાં છે. જેને કારણે વિદ્યાર્થીઓને જુની જર્જરીત ઈમારતમાં બેસાડીને ભણતર આપવામાં આવી રહ્યું છે. જે તાલુકા અને જિલ્લા તંત્ર માટે શરમજનક ઘટના હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે.

ગળતેશ્વર તાલુકાનાં વાડદ પ્રાથમિક શાળાનાં નવા મકાનમાં શેઢી નદીનાં પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે શેઢીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. આસપાસનાં ત્રણથી વધારે ગામોનું પાણી વાદડ ગામે આવે છે. જેના કારણે ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે. શાળામાં ૪થી ૫ ફૂટ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. આ શાળામાં હાલ ધોરણ ૧થી ૮નાં ૫૫૫  બાળકો અને મહેકમ મુજબ ૧૭ જેટલા શિક્ષકો જોડાયેલા છે. આ ઈમારતમાં કુલ ૧૯ ઓરડા છે જેમાંથી ૧૧ ઓરડાની છતમાંથી પાણી ટપકે છે. આ પૈકી ૩ ઓરડામાં તો છત જ નથી.

શાળા સંચાલકો દ્વારા ઉચ્ચ કક્ષાઅ ઓરડાની મરમત માટેની રજૂઆતો કરી છે. તેમ છતાં નવા ઓરડા બાંધવાની કે જુના ઓરડા રીપેર કરવાની તંત્ર ફુરસત લેતું નથી. તેમજ ઉચ્ચ અધિકારીઓ વાડદ પ્રાથમિક શાળા સાથે ઓરમાયુ વર્તન કરતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. બીજીતરફ નવી પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને જુની ઈમારતમાં ખસેડવામા આવ્યા છે. જ્યા કોઈ અનહોની સર્જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. શાળાની બહાર કાદવે પોતાનું સામ્રાજ્ય જમાવી દેતાં નાના ભુલકાઓ ત્યા પડી જતાં હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે શેઢી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય ત્યારે જુની શાળામાં પણ પાણી ભરાઈ જાય છે. આ સમયે વિદ્યાર્થીઓને રજાઓ આપી દેવાની ફરજ પડે છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા નાગરિકોમાં રોષ વધી રહ્યો છે. તાકીદે સુચારૃ વ્યવસ્થા ઉભી કરવાની માંગ પ્રબળ બની છે.

Post Comments