Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભેડવા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીએ ૩.૧૭ લાખની ઉચાપત કરી

નડિયાદ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ઠાસરા પાસેના એક ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીએ પોતાની ફરજ દરમ્યાન લાખો રૃપિયાની ઉચાપત કરી હતી. ઓડીટ દરમ્યાન આ મામલો પ્રકાશમાં આવતા ઉચાપત કરનાર સેક્રેટરી વિરૃધ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

તાલુકાના માસરા ગામે વિઠ્ઠલ ભેમાભાઈ સોલંકી રહે છે. તેઓ બાજુમાં આવેલ ભેડવા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. ગત્ તા.૧/૪/૨૦૧૬થી ૮/૧/૨૦૧૭ સુધીના સમય ગાળા દરમ્યાન વિઠ્ઠલભાઈએ પોતાની ફરજ પરથી રોજ મેળમાં આવતા રૃપિયાની ઉચાપત કરતા હતા. તાજેતરમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઓડીટ કરાતા કુલ રૃા.૩,૧૭,૪૯૦ની ખોટ વર્તાઈ હતી. આથી અધિકારીઓએ આ અંગે તપાસ કરતા વિઠ્ઠલે પોતાના સેક્રેટરીના ફરજ દરમ્યાન ઉપરોક્ત રકમની કાયમી ઉચાપત કરી પોતાના અંગત કામે વાપરી દેવાનો ઘટસ્ફોટ થયો હતો. તેથી હાલના સેક્રેટરી નટવરસિંહ દિપસિંહ સોઢાપરમારે ઉપરોક્ત વિઠ્ઠલ સોલંકી વિરૃધ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ઈપીકો કલમ ૪૦૮ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથધરી છે.

Post Comments