Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિવાળી નજીક છે ત્યારે મઠીયા સુંવાળીની ખરીદી નીકળવાની શક્યતા

- આ વર્ષે આ વાનગીઓના ભાવમાં કોઇ વધારો થયા નથી

આણંદ,તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

પર્વોની શ્રેણી દિપાવલી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવાની તૈયારીઓ પુરજોશમાં શરૃ કરી દેવામાં આવી છે.
દિવાળી પર્વમાં મઠીયા, ચોરાફળી, સુવાળી સહિતની વિવિધ વાનગીઓનું અનેરું મહત્વ હોઈ જિલ્લાવાસીઓ હાલ આવી વસ્તુઓ જાતે ઘરે બનાવવામાં કે બજારમાં મળતી આવી વસ્તુઓની ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા છે. પર્વને અનુલક્ષીને વિવિધ ગૃહઉદ્યોગના સંચાલકો દ્વારા મઠીયા, ચોરાફળી, સુવાળી સહિતની વિવિધ ફરસાણની વાનગીઓ આકર્ષક પેકીંગમાં બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે. ગૃહઉદ્યોગની બહેનો દ્વારા દિન-રાત મહેનત કરીને પાપડ, મઠીયા, ચોરાફળી તૈયાર કરવામાં આવી રહ્યા છે. જો કે ચાલુ વર્ષે આવી વાનગીઓના ભાવમાં કોઈ જ વધારો ન થતાં તેમજ જીએસટીની અસર ન વર્તાતા ઘરાકીનો માહોલ જામશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે ગૃહિણીઓ દ્વારા દિવાળીની તડામાર તૈયારીઓ આરંભી દેવાય છે. દિવાળી પર્વ પર મઠીયા, સુંવાળી, ચોરાફળી આરોગવાનું અનેરુ મહત્વ છે. આણંદ ખાતે છેલ્લા ઘણાં વર્ષોથી ગૃહઉદ્યોગ ચલાવતા વેપારીએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં લગભગ એક માસ પૂર્વેથી મઠીયા-ચોરાફળી બનાવવાની કામગીરી પુરબહારમાં શરૃ થઈ જતી હતી. જો કે ટેકનોલોજીના યુગમાં હવે ઉત્પાદન માટે યંત્રોનો સહારો લેવામાં આવતો હોવાથી ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મોટાભાગના ગૃહ ઉદ્યોગ દ્વારા લોટ તેમજ વણાટ માટે મશીનોનો ઉપયોગ શરૃ કરી દેવાયો છે. ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે મશીનો દ્વારા મોટાપાયે ઉત્પાદન શક્ય બન્યું છે. જેથી દિવાળી પૂર્વે દસેક દિવસથી ગૃહઉદ્યોગમાં મઠીયા, સુવાળી, ચોરાફળી જેવી વાનગીઓનું ઉત્પાદન શરૃ કરી દેવામાં આવે છે. હાલમાં વિવિધ ગૃહઉદ્યોગ દ્વારા આવી વાનગીનું ઉત્પાદન શરૃ કરાયું છે અને બહેનો દ્વારા યોગ્ય વજન ધરાવતા પેકેટ તૈયાર કરી બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે.

જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વર્ષો જુની પરંપરા જીવંત રહેવા પામી છે. ગામડામાં હજુ પણ બહેનો દ્વારા ઘરે જ મઠીયા, ચોરાફળી, સુવાળી જેવી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવતી હોય છે. શહેરી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બજારમાં ઉપલબ્ધ તૈયાર મઠીયા, ચોરાફળી, સુવાળીની ખરીદી કરવામાં આવે છે. જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ તેમ ખરીદી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. હાલ બજારમાં મઠીયા, ચોરાફળીની સાથે-સાથે પાલકપુરી, ટામેટા સ્ટીક અને શિંગોડાપુરી જેવી વિવિધ વસ્તુઓ પણ બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે.

કોનો કેટલો ભાવ
વસ્તુનું નામ    ભાવ (રૃા./કિલો)
મઠીયા    ૧૬૦ થી ૨૦૦
ઘુઘરા (શુધ્ધ ઘી)    ૩૫૦
ઘુઘરા    ૧૮૦ થી ૨૦૦
ચેવડો    ૧૪૦ થી ૧૬૦
ચોરાફળી    ૧૭૦ થી ૧૯૦
પાલકપુરી    ૧૫૦ થી ૧૭૦
મૈસુર    ૩૨૦ થી ૩૫૦
સુવાળી    ૧૬૦ થી ૧૮૦

Post Comments