Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહુધા એસ ટી ડેપોના મેનેજરને એકાએક સસ્પેન્ડ કરી દેવાયા

- અયોગ્ય સંચાલન સહિતની અનેક ફરિયાદો છતાં કામગીરી ન સુધરતા વિભાગીય નિયામકે સસ્પેન્ડ કર્યા

મહુધા.તા.૧૬ મે 2018, બુધવાર

મહુધા એસ.ટી.ડેપોના ડેપો મેનેજરને અચાનક સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે.યોગ્ય સંચાલનના અભાવ જેવા અનેક મુદ્દાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું એસ.ટી.વિભાગીય કચેરી દ્વારા જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ટી.વિભાગીય નિયામક મંડળ, નડિયાદ દ્વારા મહુધા ડેપો મેનેજર મનોજ વ્યાસને તેઓની ફરજ દરમ્યાનની અનેક ફરિયાદો અને તેને કારણે આર્થિક અને વહીવટીય નુકશાન થતું હોવાથી આજે ફરજ પરથી દુર કરાયા છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ંજ લગભગ બે કરોડના ખર્ચે તૈયાર થયેલ મહુધા એસ.ટી.ડેપોનું ઉદધાટન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરવામાં આવ્યું હતું.મુસાફરોને વધુ સારી સવલત મળે અને એસ.ટી.રૃટોથી સંતુષ્ટ થાય તેવી આશા સાથે નવા બસ સ્ટેશનને ખુલ્લું મૂકાયું હતું. પરંતુ હાલ લગ્નગાળાની શિઝનમાં એકસ્ટ્રા બસોનુ સંચાલન અને કર્મચારીઓ પણ વારંવાર રજા લેતા હોવાને કારણે મહુધા ડેપો દ્વારા નિયમિત સંચાલન થતી બસોમાંથી કેટલીક બસોના રૃટો કેન્સલ કરવામાં આવ્યા હતા.જેના કારણે એસ.ટી.વિભાગની આવકમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત અનિયમિત બસોને કારણે મુસાફરોને આર્થિક અને શારિરીક મુશ્કેલીઓનો અનેકવાર સામનો કરવો પડતો હતો. મહુધા એસ.ટી.વિભાગ ડેપોમાંથી હાલ ૫૮ જેટલા શીડયુલ દ્વારા ૩૦૦ જેટલી ટ્રીપો મારવામાં આવે છે.પરંતુ છેલ્લા કેટલાંક સમયથી લગ્ન ગાળાની સીઝન અને ે સ્ટાફના અભાવે કેટલાક એસ.ટી.રૃટો કેન્સલ કરવામાં આવ્યા હતા. જેથી મુસાફરો હેરાન પરેશાન થતા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો પહોંચી હતી.

ડેપો મેનેજરના અણઘડ વહીવટ અંગે વિભાગીય નિયામક દ્વારા ડેપો મેનેજરને જરૃરી સુચના પણ આપવામાં આવી હતી તેમ છતાં પણ સુધારો ન થતા તેઓને સંતોષકારક કામગીરી ન કરવા બદલ સસ્ચપેન્ડ કરવાનો હુકમ કરેલ છે.જેથી એસ.ટી વિભાગ નડિયાદ ના તમામ કર્મચારીઓ માં સન્નાટો વ્યાપી ગયો છે.

Post Comments