Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પવિત્ર યાત્રાધામ ડાકોરને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરાયું

- હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર

નડિયાદ,તા.૧૩ જૂન 2018, બુધવાર

વિશ્વ પર્યાવરણ દિનથી સમગ્ર રાજયમાં પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો આરંભ તકવામાં આવ્યો હતો.ચાલુ વર્ષ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકમુક્ત થીમ આધારિત પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેને ધ્યાને લઇ ગાંધીનગર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પવિત્ર યાત્રાધામ ડાકોરને પ્લાસ્ટીક મુક્ત વિસ્તાર જાહેર કરવાનો નિર્ણય લેવામાં  આવ્યો હતો.જે બાબતે ધ્યાને લઇ જિલ્લા મેજીસ્ટ્રેટ આઇ.કે પટેલએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સતાની રૃએ ડાકોર એક પવિત્ર યાત્રાધામ હોવાથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પાત્રિકો દર્શાનાર્થે આવતા હોવાથી ખુબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનો વપરાશ થતો હોય છે.

જે જાહેર જનતા અને પર્યાવરણ માટે નુકશાનકર્તો છે.જેથી પ્લાસ્ટીકના ઉપયોગથી જાહેર જનતા,પશુઓ તથા પર્યાવરણને થતુ નુકશાન અટકાવવા તેમજ સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળે તે માટે પવિત્ર યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં સમાવિષ્ટ થતા સમગ્ર નગરપાલિકા હદ વિસ્તારમાં પ્લાસ્ટીકના ઉપયોગ અને વપરાશ કરવા પર પ્રતિબંધ મૂકતો હુકમ કરી આ સમગ્ર વિસ્તારને પ્લાસ્ટીક મુક્ત વિસ્તાર કરેલ છે.

આ હુકમનો ભંગ કરનાર દંડ ભારતીય દંડ સહિતાની કમલ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે સંબંધિત તાલુકાના મામલતદાર અને અક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને ધોરણસરની ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

Post Comments