Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવતી તેના મામાની દીકરી અને તેના પતિ સાથે મૈત્રિ કરારથી રહેવા ગયેલી

- વાસદથી ગુમ પરીણિતા અને યુવતી પરત આવ્યા

- પરિવારને જાણ કરતા ચકચાર મચી ગઈ પરીણિતાએ પોતે ફરવા ગઈ હોવાનું જણાવ્યું

આણંદ,તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
આણંદ જિલ્લામાંથી ગુમ થયેલી વ્યક્તિઓમાંથી એક પરીણિતા અને એક યુવતિ તેના ઘરે પરત આવી હતી.વાસદની આ બંન્ને ઘટનામાં પરત આવેલ પરીણિતાએ પોતે ફરવા ગઈ હોવાની હકીકત તેના પરીવારને જણાવી હતી અને યુવતિ તેની મામાની દિકરી અને તેના પતિ સાથે ઘરનાને કહ્યા વિના ચાલી ગઈ હતી.આ યુવતિએ તેની મામાની દિકરીના પતિ સાથે પરત આવી મૈત્રી કરાર કરી તેના ઘરે રહેવા જવાની ઘટનાએ ચકચાર મચાવી હતી.

આણંદ જિલ્લામાં ગુમ થવાના બનાવો અવિરતપણે વધી રહ્યા છે.આણંદના વાસદ તાબે રાજુપુરામાં રહેતી ગીતાબેન જગદીશભાઈ ટાંટોડ ઉ.વ.૨૭ ગઈ તા. ૪થીના રોજ તેના ઘરેથી કહ્યા વિના ચાલી ગઈ હતી જેથી વાસદ પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ નં  ૪૬/૧૭થી નોંધ લીધી હતી.જે ગઈ તા.૧૨મીના રોજ પરત આવી હતી. જે તેના ઘરેથી કહ્યા વિના ચાલી ગઈ હોવાની માહિતી તેના સાસરીવાળાને પોતે ફરવા ગઈ હોવાથી પરત આવી હોવાની વિગત જણાવી હતી. પરંતુ આ પરીણિતા કઈ જગ્યાએ ફરવા ગઈ હતી તે રહસ્ય હાલ સુધી અકબંધ રહેવા પામ્યું હતું.

વાસદમાં આવેલ કલ્પના સોસાયટીમાં રહેતી શ્રધ્ધા ઉર્ફે ભુમિયકા મનહરસિંહ રાઉલજી ઉ.વ.૨૧ જે ગઈ તા. ૩૧મીના રોજ તેના ઘરેથી કહ્યા વિના ચાલી ગઈ હતી. જેથી તેના પરીવારજનોએ વાસદ પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ નં ૪૭/૧૭થી જાણ કરી હતી. ગઈ કાલે આ યુવતિ તેના ઘરે પરત આવી હતી.જ્યારે આ યુવતિએ તેની કહીકત જણાવતા પરીવારજનો હબક થઈ ગયા હતા. આ યુવતિ તેની મામાની દિકરી અને તેના પતિ સાથે ફરવા ગઈ હોવાની હકીકતો જણાવી હતી. જ્યારે આ યુવતિએ પરત આવ્યા બાદ તેની મામાની દિકરી અને તેમના પતિ સાથે મૈત્રી કરારથી રહેવા ગઈ હોવાની વિગતો તપાસ કરતા અધિકારીનો સંપર્ક કરતા જાણવા મળી હતી.

યુવતી મૈત્રી કરાર હેઠળ જીવવા માગતી હોવાની જાણ
આણંદ.તા,૧૩
આ ઘટનામાં વાસદ પોલીસ મથકે ફરજ નિભાવતા રાવજીભાઈનો ટેલીફોનિક સંપર્ક કરાયો હતો.જેમાં આ યુવતિ તેની મામાની દિકરી અને તેના પતિ સાથે ફરવા ગઈ હોવાની હકીકતો તેના પરીવારજનોને જણાવી હતી.
જ્યારે આ યુવતિએ મૈત્રી કરાર કરી તેનું જીવન ગુજારવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી વધુમાં જણાવી હતી.

Post Comments