Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાકરોલ પાસેના મંદિર સામે ટેમ્પો-રિક્ષા અથડાતા મોત

- રિક્ષા ચાલકે ટેમ્પાને ટક્કર મારતા શખ્સનું મોત, ચાલક ફરાર

આણંદ,તા.૧૨ ઓગસ્ટ શનિવાર 2017
આણંદ-લાંભવેલ માર્ગ ઉપર આવેલ બાકરોલ નજીકના જોગણી માતાના મંદિર સામે શુક્રવાર સવારના સુમારે એક ટેમ્પી તેમજ એક સીએનજી રીક્ષા સામસામે અથડાતા ટેમ્પીમાં સવાર વાલવોડના એક પુરૃષનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૃણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે સીએનજી રીક્ષાના ચાલક વિરૃધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ  બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામે સીડીયા વગા ખાતે રહેતા દિનેશભાઈ ખુમાભાઈ મકવાણા તેમજ ભુપતભાઈ મકવાણા તથા અન્ય એક વ્યક્તિ શુક્રવાર સવારના સુમારે વાલવોડ ગામેથી લાંભવેલ મુકામે બેસણાંમાં જવા માટે નીકળ્યા હતા. દરમ્યાન આ ત્રણેય વ્યક્તિઓ વાલવોડ ગામેથી એક થ્રીવ્હીલ ટેમ્પી નં.-જીજે-૨૩ વાય-૪૯૩૭માં સવાર થઈ લાંભવેલ તરફ આવવા નીકળ્યા હતા. દરમ્યાન આ થ્રીવ્હીલ ટેમ્પી આણંદ-લાંભવેલ રોડ ઉપર આવેલ બાકરોલ ગામની સીમમાંથી પસાર થઈ હતી ત્યારે જોગણી માતાના મંદિર સામે નડીયાદ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક સીએનજી રીક્ષા નં.-જીજે-૨૩ વાય-૭૫૨૬ના ચાલકે થ્રીવ્હીલ ટેમ્પીને જોરદાર ટક્કર મારી હતી. સીએનજી રીક્ષાની ટક્કર વાગતા જ થ્રીવ્હીલ ટેમ્પીમાં સવાર ભુપતભાઈ ટેમ્પીમાંથી ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તુરંત જ ૧૦૮ મોબાઈલ વાન મારફતે તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું કરૃણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો સીએનજી રીક્ષાચાલક રીક્ષાને ઘટના સ્થળે બિનવારસી હાલતમાં છોડી નાસી છુટયો હતો. આ બનાવ અંગે દિનેશભાઈ ખુમાભાઈ મકવાણા (રહે.વાલવોડ, તા.બોરસદ)એ વિદ્યાનગર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રીક્ષાચાલક વિરૃધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments