Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તારાપુર એપીએમસીના જુના માર્કેટ યાર્ડમાંથી મૃત નવજાત બાળક મળ્યું

- પોલીસે બાળકને ત્યજનાર માતાની શોધખોળ હાથ ધરી

આણંદ,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલ એપીએમસીના જૂના યાર્ડ પાસે એક કળીયુગી માતા દ્વારા પોતાનું મૃત હાલતમાં ત્યજી દેવાયું હતું. આ ઘટનામાં મૃતક બાળક મળી આવતા ચકચાર મચી હતી. આ બાળકની જાણ તારાપુર પોલીસને થતા કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.જ્યાં મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કળીયુગી માતાની શોધખોળનો દોર શરુ કરાયો છે.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તારાપુર પાસે આવેલ એપીએમસીના જૂના માર્કેટ યાર્ડની દુકાન નં ૧૩ પાસે આજે વહેલી સવારે એક મૃત નવજાત બાળક મળી આવતા ચકચાર મચી હતી.

આ ઘટનાની જાણ વિજળીવેગે પ્રસરી જતા આસપાસના લોકો આ બાળકને જોવા માટે દોડી આવ્યા હતા.જ્યારે વાયુવેગે ઘટનાની જાણ તારાપુર પોલીસ મથકે થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ મૃત બાળકને નજીકની સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડી તારાપુર પોલીસે ફ.ગુ.ર.નં.૬૯/૧૭ આઈપીસી કલમ ૩૧૮ મુજબ ગુનો નોંધી આ બાળકને ત્યજી જનાર માતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Post Comments