Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૮ વર્ષથી વાનરોને બિસ્કિટ ખવરાવી નિ:સ્વાર્થ રૃરજ નિભાવતા સિનિયર સિટીઝન

- દસક્રોઈ તાલુકાના જીવદયા પ્રેમી

- લાંભા ગામની સીમમાં રોજ વાનરોનું ટોળું એમના આવતા પહેલા ગોઠવાઈ જાય છે

નડિયાદ,તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

વાનર પ્રજાતિ હાલ શહેરી વિસ્તારોમાંથી લુપ્ત થઈ રહી છે અને ગામડાઓમાં પોતાનુ આશ્રયસ્થાન બનાવ્યુ છે.માણસ માણસ વચ્ચે સબંઘ માત્ર સ્વાર્થ  પૂરતો સિમિત રહ્યો છે ત્યારે દસક્રોઈ તાલુકાનાં બિપિનભાઈનો સ્વાર્થ વગરનો   જીવપ્રેમ અનેક લોકો માટે પ્રેરણા સમાન છે.દસક્રોઇ તાલુકાના આ વયસ્ક દ્વારા વાનરોને છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્કીટ ખવડાવી ખોરાક પુરો પાડી રહ્યા છે. કહેવાય છે કે,જ્યારે પૂણ્યનો ઉદય થાય છે ત્યારે માનવ અબોલ જીવો પર અતૂટ પ્રેમ દર્શાવતા હોય છે તેનુ ઉદાહરણ દસક્રોઈ તાલુકાના લાભા ગામની સીમમાં જોવા મળે છે.જીવનની અડધી સદી વટાવી  જનાર આ ગામના સિનિયર સીટીઝન બિપિનભાઈએ આ વિસ્તારમાં ફરતા વાનરોના એક જુંડને પોતાનું મિત્ર મંડણ બનાવ્યુ છે.બિપિનભાઈ જેવા સીમમાં પહાંેચે કે તરત વાનરોના ટોળેટોળા તેમની આજુબાજુ વિંટળાઈ જાય છે.આ દ્રશ્ય જોઈ ગામના લોકો  પણ મોં માં આંગળા નાંખી દે છે.અને એક માનવી અને જાનવર વચ્ચે આટલી બધી આત્મીયતા કેવી રીતે હોઈ શકે તેવા સવાલ લોકોનાં મનમાં ઉઠે  છે.ઘણા પ્રાણીઓનો મનુષ્ય સાથે મિત્ર જેવા વ્યવહાર રાખતા હોય છે જેનુ ઉદાહરણ વિસ્તારના વાનરો અને ત્યાંના જ એક રહીશ વચ્ચે જોવા મળ્યુ છે.વાનરો જેવા પ્રાણીઓ સાથે સામાન્ય રીતે લોકો ક્રૂર અથવા મશ્કરીનો વ્યવહાર કરતા હોય છે ત્યારે બીપીનભાઈના જીવનમાં તો વાનરોનુ પરિવાર જેવુ સ્થાન છે.તેઓ પોતાનો કિમંતી સમય જીવદયા માટે ફાળવી રહ્યા છે.તેમજ છેલ્લા ૮ વર્ષથી વાનરોને બિસ્કીટ ખવડાવી તેમની ભૂખ સંતોષી રહ્યા છે.તેમને આવતા પહેલા જ વિસ્તારના તમામ વાનરો ખેતરમાં તેમની રાહ જોઈને બેઠા હોય છે બિપિનભાઈના જણાવ્યા અનુસાર તેમની દ્રષ્ટિએ આ જાનવર નહિં પણ તેમના સાચા મિત્ર છે.અને આ વાનરોને તેઓ પોતાના જ બાળકો હોય તેવુ માને છે.જે આજના યુગમાં સમાજ માટે ખૂબ જ મહત્ત્વનુ ઉદાહરણ પૂરૃ પાડે છે.

Post Comments