Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બળાત્કારનો આરોપી ખંભાત રૃરલ પોલીસના જાપ્તામાંથી નાસી ગયો

- જોકે, સાંજે ફરીથી તારાપુર રોડ પરથી આરોપીને ઝડપી લેવાયો

આણંદ,તા.12 જાન્યુઆરી 2018, શુક્રવાર

આણંદ જિલ્લાના ખંભાત રૃરલ પોલીસ મથકના જમાદારને ધક્કો લગાવી એક ઈસમ પોલીસ જાબ્તામાંથી ફરાર થયો હતો. આણંદ સેશન્સ કોર્ટમાં એક પોક્સો (બળાત્કાર) એક્ટ મુજબની કાર્યવાહી ૨૦૧૪ના વર્ષથી ચાલી રહી હતી. આ ઘટનામાં જામીન પર મુક્ત ઈસમ કોર્ટની મુદત ન ભરતા તેને પકડી લાવવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો હતો. આ ઈસમને ફરીથી ઝડપી કોર્ટમાં રજુ કરતા તેને ખંભાત જેલ કસ્ટડીમાં મોકલવાનો હુમક કરાતા તેને જેલમાં મુકવા જતા પોલીસ કર્મીને પેશાબ જવાનું બહાનું બતાવી તેઓને ઘક્કો મારી આ ઈસમ નાસી છુટયો હતો.જેને સાંજ સુમારે ફરીથી તારાપુર રોડ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના પેટલાદ તાબે બાંધણી ગામે રહેતા ઈસમ રમેશ ઉર્ફે લાલો જ્યંતિભાઈ ભોઈ સામે ૨૦૧૪ના વર્ષમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો.આ ઈસમને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.પરંતુ થોડા દિવસો પહેલા આણંદ સેશન્સ કોર્ટમાં મુદતમાં હાજર ન રહેતા તેની સામે પકડ વોરંટ ઈસ્યું કરાયુ ંહતું.જેથી જમાદાર અરવિંદભાઈ ડાહ્યાભાઈ તેને ઝડપી કોર્ટમાં લઈને આવ્યા હતા. આ ઈસમને કોર્ટ દ્વારા ખંભાત જેલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેથી તેને બાઈક પર ખંભાત લઈ જતા  બોરસદ ડાલી રોડ પર     આ ઈસમે પેશાબ કરવાનું જણાવી તેઓને ધક્કો મારી ભાગી છુટયો હતો. આ ઘટનાની જાણ સીધી જ ખંભાત રૃરલ પોલીસ મથકે ઉકત ઈસમ સામે ગુનો નોંધ્યો હતો. પરંતુ સાંજે તારાપુર રોડ પરથી આ ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં જમાદાર અરવિંદભાઈનો ટેલિફોનીક સંપર્ક કરાયો હતો.જેમાં તેઓએ આ ઈસમને પેશાબ કરવા લઈ જતા તેને ધક્કો મારી તે ભાગી છુટયો હોવાની તથા આ ઈસમને તેઓ બાઈક પર ખંભાત જેલ પર મુકવા જતા હોવાની માહિતી જણાવી હતી. આ ઘટનામાં નગરજનોમાં પોલીસ કર્મી કેમ આ ઈસમને પોલીસ વાનમાં ન લઈ ગયો ? આ ઈસમને ભગાડવાનું પહેલેથી જ પ્લાનીંગ હતું કે કેમ ? તેવા સવાલોનો રાફડો સર્જ્યો હતો.

Post Comments