Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરીણિતાના આપઘાતના મામલે અંતે એક સામે હત્યાનો ગુનો નોંધાયો

- ગળતેશ્વરના ટીંબાના મુવાડામાં

 - અટકાયત કરી પુછપરછ આદરતા પ્રેમ સંબધમાં વિધર્મી યુવકે મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવ્યું

નડિયાદ, તા.12 જાન્યુઆરી 2018, શુક્રવાર

ગળતેશ્વર પંથકના ટીંબાના મુવાડામાં બનેલ પરીણિતાના આપઘાતના કેસમાં પોલીસે એક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે બીજી તરફ પોલીસે આરોપીની અટકાયત કરી પુછપરછ આદરી છે. જેમાં આ આરોપી પોતે વિધર્મી  છે. આ વિધર્મી યુવકના છેલ્લા કેટલાય સમયથી પરીણિતા સાથે પ્રેમ સંબધ હતો અને આ યુવકે તેણીને મોતને ઘાટ ઉતારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

તાલુકાના ટીંબાના મુવાડા ગામે આવેલ વૃદાવન સોસાયટીમાં રહેતી ૩૫ વર્ષીય પરીણિતા  કુલબિન્દરકોરના આપઘાતને મામલે પોલીસે એક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં સેવાલીયામાં રહેતો  અને જય અંબે ટ્રાન્સપોર્ટના મેનેજર તરીકે ફરજ બજાવતો સાહીનઅહેમદ ફકીરમહંમદ પઠાણે પરીણિતાને કોઈ બોથડ પદાર્થ મારી ગળુ દબાવી તેણીની હત્યા કરી હોવાનું પર્દાફાશ થયો છે. આથી પોલીસે હત્યા કરનાર સાહીનઅહેમદ પઠાણની અટકાયત કરી પુછપરછ આદરી છે. જેમાં સાહીનઅહેમદ અને પરીણિતાના પતિ બન્ને ઘાઢ મિત્રો હતા. ઉપરોક્ત બન્ને લોકો  વચ્ચે  છેલ્લા છ વર્ષાેથી હોમલી રીલેશન બંધાયા હતા. સાહીન અહેમદને  પોતાના મિત્રની પત્ની કુલબિન્દરકોરની સાથે આંખો મળી જતાં આ બન્ને વચ્ચે પ્રેમ સંબધ બંધાયો હતો.

આ દરમ્યાન સાહીનઅહેમદના લગ્ન નક્કી થવાના  હતા. આથી પરીણિતા અને સાહીનઅહેમદ વચ્ચે આ બાબતને લઈ તકરાર થઈ હતી. જેમાં ગત્ તા.૯મી જાન્યુઆરીએ આવેશમાં આવી સાંજના સમયે સાહીનઅહેમદે પરીણિતાનું ગળુ દબાવી કરપીણ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. વધુમાં આ ઘટના બાદ સાહીનઅહેમદે તુરંત  પરીણિતાના પતિને ટેલીફોનીક જાણ કરી હતી.

 ત્યારબાદ સાહીનઅહેમદ પોલીસને ગુમરાહ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. હાલ પોલીસે આ હત્યારા સાહીનઅહેમદને ઝડપી લઈ વધુ પુછપરછ આદરી રહી છે.

Post Comments