Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચકલાસી નજીક ટ્રક પાછળ ગાડી ઘૂસી જતાં એકનું મોત, ચારને ઈજા

- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર

- સુરતનો પરિવાર વતન રાજસ્થાનમાં બેસણામાં જતો હતો ત્યારે અક્સમાત નડયો

નડિયાદ, તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

નડિયાદ પાસેથી પસાર થતો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ગત્ રાત્રે એક અકસ્માત સર્જાયો છે. જેમાં આગળ જતી ટ્રક પાછળ ગાડી ઘૂસી ગઈ હતી. આ બનાવમા ગાડીમાં બેઠેલ એક વ્યક્તિનું ઘટના સ્થળ મોત નિપજ્યું છે. જ્યારે ગાડીમાં બેઠેલા અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચી છે. આ બનાવ અંગે ચકલાસી પોલીસ મથકે ફેટલ અકસ્માતની નોંધ કરાઈ છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત ખાતે રહેતો પરીવાર પોતાના વતન રાજસ્થાન બેસણાં પ્રસંગે જઈ રહ્યા હતા. આ દરમ્યાન અકસ્માત સર્જાયો છે.

સુરત શહેરના ઘોડાધરા વિસ્તારમાં આવેલ ભાવના પાર્ક સોસાયટીમાં અમ્રતભાઈ હીરાલાલ ગેહલોદ (ઉં.વ.૪૦) રહેતા હતા. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી વ્યવસાયીક  કામ અર્થે પોતાના પરીવાર સાથે સુરતમાં આવી રહેતા હતા. રાજસ્થાનમાં રહેતા અમ્રતભાઈના સંબધીનું  તાજેતરમાં અવાસાન થયું હતું. આથી અમ્રતભાઈ પોતાના પરીવાર સાથે ગત્ રોજ ગાડી નં.જી.જે.૫ આર.એ.૫૭૧૭માં બેસી રાજસ્થાન જવા રવાના થયા હતા. આ ગાડી સોમવારની રાત્રે અગીયાર વાગ્યાની આસપાસ નડિયાદના ચકલાસી પાસેથી પસાર થતો અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યારે ગાડી ચાલકે આગળ જતી કોઈ ટ્રકના પાછળના ભાગે પોતાનું વાહન અથડાવ્યું હતું. આ બનાવમાં ગાડીનો લોચો વળી ગયો હતો. જ્યારે ગાડીમાં બેઠેલા અમ્રતભાઈ ગેહલોદનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ગાડીમાં બેઠેલ એક બાળકનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે ચાર જેટલા લોકોને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત અંગે પુખરાજ હીરાલાલ ગેહલોદે ચકલાસી પોલીસને જાણ કરતા પોલીસે ફેટલ અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Post Comments