Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોરસદમાં પેશાબ કરવાના મુદ્દે બે શખ્સે ચપ્પાથી હુમલો કર્યો

- લાલપુરામાં પાણીના જોડાણ લેવા બાબતે લાકડીથી હુમલો કરાયો

આણંદ,તા.૧૨ ઓક્ટોબર ગુરુવાર 2017

આણંદ જિલ્લામાં બે જુદાજુદા સ્થળોએ મારામારીના બનાવો સર્જાયા હતા. બોરસદમાં આવેલ રાજા મહોલ્લામાં ઘર પાસે પેશાબ કરવાની બાબતે ઠપકો અપાયો હતો.જેની અદાવત રાખી  બે ઈસમોએ ચપ્પા જેવા મારક હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ ઈજાઓ પહોંચતા જ વ્યક્તિને સારવાર માટે ખસેડાયા હતા.બીજો બનાવ આંકલાવના લાલપુરા માં પંચાયતમાં કનેક્શન લેવા માટે બે ઈસમોએ લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં છોડાવવા વચ્ચે પડેલ મહિલાને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

આ ઘટનાઓમા ંપોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બોરસદમાં આવેલ રાજા મહોલ્લામાં રહેતા મહંમદ અસ્લમ ઉર્પે એટમ મુખ્ત્યારઅલી મલેક દ્વારા ગઈ તા. ૮મીના રોજ મહંમદશોહેલ અલીમોદ્દીન તથા મહંમદ મોલી જાઉફોદ્દીન બંન્ને મલેક સાથે ઘર પાછળ ભીંત પર પેશાબ કરવા બાબતે બોલાચાલી કરી ઠપકો આપ્યો હતો. આ બાબતની રીષ રાખી બંન્ને ઈસમોએ ગઈ કાલે બપોરના સુમારે મહંમદઅસ્લમ ઉર્ફે એટમ પર ચપ્પા જેવા ધારદાર હથિયારથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ મહંમદઅસ્લમ ઉર્ફે એટમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.ગઈ કાલે મોડી રાત્રે બનાવની ફરિયાદ બોરસદ સીટી પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં બોરસદ સીટી પોલીસે ફ.ગુ.ર.નં.૯૨/૧૭ આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬ (૨) અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આંકલાવ પંથકના લાલપુરા ગામે એક મારામારીનો બનાવ ગઈ તા.૧૧મીના રોજ સાંજના સુમારે સર્જાયો હતો.જેમાં જયેશભાઈ શનાભાઈ રોહિત અને કમલેશભાઈ સોમાભાઈ અને સગુપ્તા કમલેશભાઈ રોહિત સાથે બોલાચાલી થઈ હતી. આ બંન્નેને જયેશભાઈ દ્વારા પંચાયતનું નવું પાણીનું કનેક્શન લેવા કરતા જુના કનેક્શનમાંથી લાઈન ખેચાવાની વાચ કરતા ઉક્ત બંન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને જયેશભાઈ પર લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને છોડાવવા પડેલ ડહીબેનને આ ઈસમોએ માર મારી હાથ પર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે આંકલાવ પોલીસ મથકે ફ.ગુ.ર.નં. ૧૦૭/૧૭ આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ફરિયાદ નોંધી તપાસનો દોર આરંભ્યો હતો.

Post Comments