Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાદરણના ઉમલાવમાં ખેતરમાં જતી મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

- હુમલાખોરોએ જાતિવાચક શબ્દો બોલી મારી નાંખવાની ધમકી આપી

આણંદ,તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

આણંદ જિલ્લાના ભાદરણ તાબે ઉમલાવ ગામે રહેતી એક મહિલાને ખેતરમાં જવા બાબતે ત્રણ ઈસમો દ્વારા ઝઘડો કરી તેને જાતિવાચક શબ્દો બોલી તેની ઉપર પાણી ઢોળતા મામલો બિચકાયો હતો. આ મહિલા અને તેની વહુને ખેતરમાં ઘુસવા ન દઈ ઢોળેલ પાણીથી બંન્નેની આંખમાં બળતરા થતા તેઓ તુરંત જ ભાદરણ પોલીસ મથકે પહોંચ્યા હતા.જ્યાં ત્રણેય ઈસમ સામે એફઆઈઆર નોંધાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉમલાવ ગામે રહેતા કાશીબેન વણકર જેઓ તેમની વહુ સુશીલા સાથે તેમના ખેતરમાં જવા માટે ગઈ તા. ૧૨મીના રોજ ગયા હતા. આ ખેતરમાં પહોંચી શેઢો ખોલતા જ ફતાભાઈ મેરુભાઈ જાદવ દ્વારા તેઓને રોકી જાતિવાચક શબ્દો બોલી તેમના મોઢા પર પાણી ભરેલ ડોલ ઢોળી હતી.

આ પાણી ઢોળાતા જ કાશીબેન અને તેમની વહુની આંખમાં બળતરા થવા લાગી હતી. ત્યાર બાદ ફતાભાઈ સાથે મોહન, જગદીશ જાદવ આવી તેમને જાનથી મારી નાંખવાની ઘમકીઓ આપી માર માર્યો હતો.જેથી પોતાની આપવિતી લઈને તેઓ ભાદરણ પોલીસ મથકે પહોંચ્યા હતા.ઉક્ત ત્રણેય ઈસમો સામે ભાદરણ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Post Comments