Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડિયાદના સરદાર ભવનથી મિશન તરફનો જૂનો પુલ જર્જરિત હાલતમાં

- ૪૦ વર્ષ જૂના પુલનું સમારકામ કરવામાં તંત્રની નિષ્ક્રિયતા ગમે ત્યારે હોનારત સર્જશે

નડિયાદ,તા.૧૬ મે 2018, બુધવાર

તાજેતરમાં જ વારાણસી ખાતે પુલની ઘટનામાં કેટલાય વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નડિયાદનાં દાંડીપથનો આ પુલ પણ હોનારત સર્જે તેની વાટ જોતું તંત્ર સુનમુન બેઠું છે. નેશનલ હાઈવેની અંડરમાં લાવ્યાં બાદ પણ પુલને યોગ્ય મરામત ન મળતાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પુલ પરથી પસાર થતાં હજારો નાગરિકો પણ જાગૃતતા દાખવી સમારકામની માંગ કરવાનું ચુક્યા છે. ત્યારે તંત્ર પોતાની જવાબદારી સમજી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તે જરૃરી બન્યું છે.

નડિયાદ શહેરમાં સરદાર ભવનથી મીશન તરફ જતાં રોડની શરૃઆતમાં જ પુલ આવેલો છે.આશરે ૪૦ વર્ષ જુના આ પુલનું સમારકામ કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોવાનું નગરજનો અનુભવી રહ્યા છે. વર્ષ ૨૦૦૮માં આ માર્ગને દાંડી માર્ગ જાહેર કરાયો હતો. જેના કારણે પુલ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગમાંથી નેશનલ હાઈવે ઓથોરીટી અંતર્ગત આવી ગયો હતો. આ બાદ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સમયાંતરે તેનું રીનોવેશન થતું રહ્યું છે.

વર્ષ ૨૦૧૭માં પણ તેનું સમારકામ હાથ ધરાયંન હતું. અને તેની આસપાસ રેલીંગની મરામત કરવામાં આવી હતી. અને પુલનાં રોડ ઉપર પડેલાં ખાડાને ડામર દ્વારા પુરી દેવામાં આવ્યાં હતાં. આટલી માવજત બાદ પણ ખૂબ જ જુનો હોવાનાં કારણે જર્જરીત બન્યો છે. પુલની સાઈડ પરનાં ફૂટપાથની હાલત બિનઉપયોગી બની છે. જ્યારે પુલ ઉપરનાં રોડની દુદર્શા તો મસમોટા ખાડા જોઈને જ જણાઈ આવે છે. ત્યારે પુલની આસપાસ બાંધકામનાં સળિયા પણ દેખાઈ રહ્યાં છે. જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીંતી સેવાઈ રહી છે.

પુલને ૨૦૧૭-૧૮ના પ્લાનિંગમાં લેવાયો છે
નડિયાદ,તા.૧૬
આ પુલને વર્ષ ૨૦૧૭-૧૮નાં પ્લાનિંગમાં સમાવી લેવાયો છે. અને ભારત સરકાર પાસે પુલનું પ્લાનિંગ પણ મોકલવામાં આવ્યું છે. શક્ય હશે તો આ પુલ આગામી વર્ષોમાં ૪ લેન બનાવવાનો અથવા તો પહોળો કરી નવો બનાવવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

રેલવેમાં પણ દુર્ઘટના સર્જાઈ શકે?
નડિયાદ,તા.૧૬
મીશન તરફના રોડ પર આવેલા આ પુલની નીચેથી અમદાવાદ-મુંબઈની મુખ્ય રેલવે લાઈન પસાર થાય છે. જો આ પુલ અચાનક તૂટી પડે તો રેલવે લાઈનના પાટ્ટા પર જ દુર્ઘટના સર્જાય શકે છે.  તેમજ પુલની નીચે બાજુનાં ભાગોમાં દુકાનો અને રહેણાંક વિસ્તારો છે. ત્યાં પણ નુકશાનની શક્યતાઓ રહેલી છે.

Post Comments