Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે બે અકસ્માતોમાં એક મોત, બે ઘાયલ

- રિક્ષા-પિકઅપ વાહન અથડાતા એકનું મોત : બાઈક-ગાડી અથડાતા બેને ઈજા

નડિયાદ,તા.૧૩ જૂન 2018, બુધવાર

મહેમદાવાદ પંથકમાં આવેલ ખાત્રજ ગામે બે જુદા જુદા અકસ્માતો સર્જાયા  છે. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ બન્ને અકસ્માતોમાં બે લોકો ઘવાયા છે. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પહેલા બનાવની વિગતો મુજબ ખાત્રજ ચોકડી પાસેથી આજે બપોરે બાર વાગયાની આસપાસ રીક્ષા નં.જી.જે.૭ એ.ટી.૩૮૮૬ પસાર થઈ રહી હતી.

આ રીક્ષા અને સામેથી આવતા મહેન્દ્ર પીકઅપ ડાલુ નં.જી.જે.૧ ટી.ટી.૬૦૨૮ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો સામસામે અથડાઈ પડયા હતા. આ અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે રીક્ષા ચાલક સમીરમીંયા ફરીદમીંયા શેખ (ઉં.વ.૧૯, રહે.હિરાવાલ સોસાયટી, મહેમદાવાદ)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુું હતું.

સાથે સાથે એક બાળકને પણ ઈજા થઈ હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે.આ અંગે મહેમદાવાદ પોલીસે ફેટલ અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

 અન્ય એક બનાવીની વિગતો મુજબ મહેમદાવાદ  તાલુકાના માંકવા ગામે કલ્પેશભાઈ ગોકળભાઈ ચૌહાણ રહે છે. તેઓ ગત્ રોજ સાંજના સમયે પોતાનું મોટર સાયકલ લઈને ખાત્રજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરપાટે આવતી ગાડી નં.જી.જે.૧ કે.એલ.૧૫૧૮ના ચાલકે કલ્પેશભાઈના મોટર સાયકલને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં કલ્પેશભાઈને શરીરે તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગે કલ્પેશભાઈએ ઉપરોક્ત ગાડી ચાલક વિરૃધ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Post Comments