Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડિયાદમાંથી મધ્યપ્રદેશના પારઘી ગેંગના બે રીઢા ચોર દેશી તમંચા સાથે ઝડપાયા

- નડિયાદ અને ઉત્તરસંડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકલ્યો

નડિયાદ, તા.20 માર્ચ 2017, સોમવાર

નડિયાદ શહેરમાંથી મધ્યપ્રદેશના બે રીઢા ચોરોને  ૫ોલીસે ઝડપી લીધા હતા.તેઓની પાસેથી એક દેશી તમંચો તથા લોખંડનું ખાતરીયું મળી આવ્યું હતું. આ બન્ને રીઢા ચોર દિવસે ફુગ્ગાઓનુું વેચાણ કરવાના બહાને બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.  બંન્ને ઘરફોડીયાઓએ નડિયાદ પશ્ચિમમાં પથી વધુ અને ઉત્તરસંડા ગામે બે જેટલી ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રે એલસીબી પોલીસે ઝલક નહેર પાસેથી પસાર થતાં બે શકમંદ ઈસમોને અટકાવ્યા હતા.પોલીસે બન્નેની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ જાયા ઉર્ફે રાજવીર નાથુભાઈ પારઘી અને શેખર ભગીરથ પારઘી (બન્ને રહે.ઉજ્જૈન,મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ બન્નેની તલાસી લેતા તેઓની પાસેથી એક દેશી તમંચો તથા એક લોખંડનું ખાતરીયુ મળી આવ્યું હતું.તેથી પોલીસે જાયા ઉર્ફે રાજવીર અને શેખરની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.જેમાં આ બન્ને છેલ્લા સાત માસથી પોતાના પરિવાર સાથે નડિયાદમાં આવી  ખુલ્લી જગ્યાઓ ઉપર વસવાટ કરતા હોવાનું જણાવ્યું હતું.

ઉપરાંત જાયા ઉર્ફે રાજવીર અને શેખર બન્ને ભેગા મળી  દિવસે રેકી કરી રાત્રે ઘરફોડ ચોરી કરતા હોવાનું કબુલ્યુ હતું. આ બંન્ને ઘરફોડીયાઓએ  થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમની પટેલ સોસાયટી,વલ્લભનગર સોસાયટી, પીજ રોડ, કિશ્ના નગર, વલ્લભનિવાસ તથા ઉત્તરસંડાના રેલવે સ્ટેશન અને ગામમાં આવેલ મંદિરમાં વગેરે જગ્યાઓ ઉપરથી કુલ રૃા.૩૬,પ૦૦/-થી વધુના મુદ્દામાલની ઘરફોડ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી.

જ્યારે જાયા ઉર્ફે રાજવીર મધ્યપ્રદેશના ધરનાવાદ, બમોરી, હરીપ્રવત જનપથ આગ્રા જેવા વિવિધ  વિસ્તારોમાંથી  ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. તેઓની સાથે આવી ગુનાખોરીમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. આ બનાવ અંગે પોલીસે બન્ને ને નડિયાદની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.જે માં બીજા કેટલાક ગુનાઓનો પર્દાફાશ થવાની શક્યતા  હોવાનું પોલીસ જણાવી રહી  છે.  

જાયા ઉર્ફે રાજવીર અને શેખર બન્ને શહેરમાં છેલ્લા સાત એક માસથી પોતાના પરિવાર સાથે નડિયાદ શહેરમાં આવી વસવાટ કરતો હતો. આ બન્ને ઈસમો ગેસના ફુગ્ગાઓનું વેચાણ કરે છે.

જેમાં દિવસે ફુગ્ગાઓનું વેચાણ કરવાના બહાને  રેકી કરતા હતા.   દરમ્યાન જે વિસ્તારમાં બંધ મકાન દેખાય ત્યાં રાત્રે જઈ  ઘરફોડ ચોરીને અંજામ આપી ચોરીની મોડસ ઓપરેન્ડી અખત્યાર કરતા હતા.

Post Comments