Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્રે કોંગ્રેસના આણંદ જિલ્લામાં દેખાવો

- સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવીને પગલા લેવા રજુઆત કરી

આણંદ,તા.12 જૂલાઇ 2018 ગુરુવાર

રાજ્યમાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. પ્રજાજનોને સુરક્ષા અને સલામતી પુરી પાડવા તાકીદે પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે.

છેલ્લા ઘણાં સમયથી ભાજપ સરકારના રાજમાં ધોળે દિવસે હત્યા, લૂંટ, બળાત્કાર જેવા કિસ્સાઓમાં વધારો થયો છે. ખાસ કરીને મહિલાઓ સહિત ગુજરાતની જનતાની સુરક્ષા અને સલામતી સામે ખતરો ઉભો થયો છે. મહિલાઓ સામેના અત્યાચારના ગંભીર ગુનાઓમં ૪૪ ટકાનો વધારો થયો હોવાનું કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવાયું છે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં આર્થિક ગુના, ચીટ ફંડમાં ભાજપ સરકારની નિષ્ક્રિયતાથી ગરીબ, મધ્યમવર્ગના લોકોને આર્થિક નુકસાન થયું છે. યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ વધ્યું છે. ગુનાખોરીમાં ગુજરાત ગતિશીલ હોવાનું કોંગ્રેસ પક્ષે જણાવ્યું છે. ગાંધી-સરદારના ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં કરોડો રૃપિયાનો દારૃ ઠલવાય છે.

 રાજ્યમાં વધી રહેલ ગુનાહિત પ્રવૃત્તિઓ બાબતે ભાજપ સરકારના દાવાઓ પોક્કળ સાબિત થયા હોવાનો મત કોંગ્રેસ પક્ષે વ્યક્ત કર્યો છે. આવી પરિસ્થિતિમાં પોલીસ તંત્ર પણ સાવ નિષ્ક્રિય રહ્યું છે. ગુનેગારોને રાજકીય આશ્રય મળી રહ્યો હોય તેવુ ભયજનક વાતાવરણ સર્જાયું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.
કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં રાજ્ય સરકારની નિષ્ક્રિયતાને કોંગ્રેસ પક્ષ દ્વારા વખોડી કાઢી આજે સમગ્ર આણંદ જિલ્લામાં કોંગી કાર્યકરો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.

આણંદ શહેરની અમૂલ ડેરી નજીક આવેલ સરદાર સાહેબની પ્રતિમા ખાતે કોંગી કાર્યકરોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉપરાંત જિલ્લાના ઉમરેઠ તથા આંકલાવ તાલુકા મથકો ખાતે પણ કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી પ્રજાજનોની સુરક્ષા અને સલામતી માટે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.
 

Post Comments