Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડા જિલ્લામાં સ્કૂલ બંધના એલાનનો કરૃણ ફિયાસ્કો થયો

- ક્યાંય બંધની અસર ન દેખાઈ

નડિયાદ,તા.12 જાન્યુઆરી 2018, શુક્રવાર

 ખેડા જિલ્લામાં આજરોજ ખાનગી સ્કુલના  ફ્રી વધારા સામે બંધનું એલાાન આપવા આવ્યુ હતુ.જિલ્લામાં શિક્ષણ કાર્ય રાબેતામુજબ ચાલુ રાખવામાં આવ્યુ હતુ.બંધની કોઇ અસર જિલ્લામાં ક્યાય પણ જોવા મળી નથી.સરકાર દ્વારા એક વિધેયક પાસ કરવામાં આવ્યુ હતુ.જેમાં ફીના ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે અને તે મુજબ ખાનગી સ્કુલોએ ફી લેવા ની રહેશે એમ વિધેયકમાં જણાવ્યું હતું.

ખેડા જિલ્લામાં નાની મોટી અસંખ્ય ખાનગી સ્કુલો આવેલી છે.દરેક સ્કુલમાં ફીનું આયોજન સ્કુલના સંચાલકોએ પોતાની રીતે કરેલ છે.જ્યારે સ્કુલમાં વિવિધ સગવડોના નામે વિવિધ રીતે વાલીઓ પાસેથી ફી પણ લેવામાં આવતી હોય છે.આ બાબતે અનેકવાર સરકારને રજુઆત કરવામાં આવી હતી.જેના ભાગરૃપે સરકાર દ્વારા ફી નિયમન હાથ ધરવામાં આવ્યું હતુ.આ નિયમનને સર્પોટ કરવા માટે આજરોજ બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ.પરંતુ જિલ્લામાં કોઇ પણ જગ્યાએ સ્કુલ બંધ રાખી હોય અથવા તો બંધ પાળવામાં આવ્યો હોય તેવો એકપણ કિસ્સો બન્યો નથી.જિલ્લામાં અનેક ખાનગી સ્કુલો દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવે છે.

ઊંચી ફી,પુસ્તકો,સ્કુલ ડ્રેસ વગેરે વસ્તુઓ સ્કુલમાંથી જ લેવાનો આગ્રહ વાલીઓ પાસે રાખવામાં આવતો હોય છે.સ્કુલે આવવા જવા માટે સ્કુલ બસનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે.આમ વધતી જતી મોંધવારી અને સ્કુલ ફી સામે વાલીઓએ રોષ પ્રગટ કર્યોે હતો.તેમ છતા કોઇ પણ સ્કુલ આજરોજ બંધ રાખવામાં આવી ન હતી.
આ બાબતે  જિલ્લા શિક્ષાધિકારી નોસંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે બંધ ની કોઇ અસર ક્યાંય થઇ નથી.દરેક જગ્યા એ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ રહ્યું છે.  

Post Comments