Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડા જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવાયો

- હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ જેવા શબ્દો ઉચ્ચારનાર શક્તિસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવા માગ

નડિયાદ,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

ખેડા જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સરદાર પટેલના જન્મ સ્થળ ખાતે કોગ્રેંસના પુતળા દહનના કાર્યક્રમ યોજાયો હતો.કોગ્રેંસના નેતા શક્તિસિંહ ગોહિલે  એવુ નિવેદન કર્યુ હતુ કે હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડી.એન.એ છે.જેના કારણે સરદાર વલ્લભભાઈ પટેલનુ અપમાન થયુ હોવાના આક્ષેપ ભાજપ લગાવી રહ્યુ છે.જેથી આજરોજ પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.અને શક્તિસિંહ ગોહિલ ને સસપેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.

વિધાનસભાની ચુંટણી નજીક આવતા રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા એકબીજા સામે નિવેદનો આપવામાં આવે છે.તાજેતરમાં કોગ્રેંસના નેતા શક્તિસિંહ ગોહિલે એવુ નિવેદન આપ્યુ હતુ કે સરદાર સાહેબના ડી.એન.એ  હાર્દિક પટેલમાં છે.આ નિવેદનને ભારતીય જનતા પાર્ટી પાટીદારો અને સરદાર પ્રેમીઓનુ અપમાન ગણાવે છે.અને આ નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે.આજરોજ ખેડા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ અને સાંસદ  દેવુસિંહ ચૌહાણ,સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા-શહેરના આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ખાતે એકઠા થઈ.કોગ્રેંસના પુતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ.અને આગેવાનો દ્વારા શક્તિસિંહ ગોહિલને સસપેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ પ્રસંગે  જિલ્લા પ્રમુખ દેવુિસંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે નજીકના દિવસમાં ચુંટણી આવી રહી છે ત્યારે સત્તાની લાલસામાં કોગ્રેંસના નેતાઓ આવા નિવેદનો કરી પોતાની બુધ્ધિનુ દેવાળુ ફેંકી રહ્યા છે.

Post Comments