Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદ્યાનગરમાં બંધ મકાનમાં તાળાં તોડી રૃ. ૧.૫૭ લાખની ચોરી

- તસ્કરો રોકડ-દાગીના ચોરી ગયા

આણંદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.આ મકાનના માલિક વિદ્યાનગરમાં આવેલ દુકાન પર જતા જ તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી તેમાં પ્રવેશ કર્યો હતો. જેમાં મુકેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૧.૫૭ લાખની મત્તાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
 
આ ઘટના બાદ સમગ્ર આણંદમાં રેકી કરી ચોરીઓને અંજામ આપતી ગેંગ સક્રિય થયા હોવાની વાતે જોર પકડયું હતું. આ ઘટનામાં દુકાનેથી થોડા જ સમયમાં પરત આવતા ચોરીની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ હતી. 
 
આ ઘટનામાં પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાનગરમાં આવેલ નાના બજાર પાસે આવેલ હની બંગ્લાને ગઈ કાલે ચોરોેએ નિશાન બનાવ્યો હતો. આ બંગ્લામાં રહેતા નયનાબેન પટેલ ગઈ કાલે તેમની દુકાને ગયા તે સમયે અજાણ્યા ચોર ઈસમોએ તેમના બંગ્લાના દરવાજાનો નકુચો તોડી તેમાં પ્રવેશ કર્યો હતો.  
 
આ બંગ્લાની રુમમાં મુકેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૧.૫૭ લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર થયા હતા.  જ્યારે નયનાબેન પટેલ દુકાનેથી પરત આવતા દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં જોતા ચોરી થયાની શંકા ગઈ હતી. જેથી વિદ્યાનગર પોલીસને બનાવની જાણ કરતા ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી હતી.
 

Post Comments