Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોગરીમાં થયેલી જૂથ અથડામણમાં પોલીસે આઠ શખ્સોને પકડયા

- યુવતીની મશ્કરી થતા ગુરુવારે બે જુથો વચ્ચે મારામારી થઈ હતી

આણંદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
આણંદ જિલ્લામાં આવેલ વિદ્યાનગર તાબે મોેગરી ગામે થયેલ જુથ અથડામણમાં સામ સામે મારામારી થઈ હતી. આ મારામારીમાં આજે પોલીસે આઠ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં સામસામી પથ્થર મારો થયો હતો. આ પથ્થર મારા બાદ વિદ્યાનગર પોલીસે પરિસ્થિતિને કાબુમા લઈ બંન્ને પક્ષોના મળી આઠ ઈસમોની અટકાયત કરી તેમને કોર્ટમાં રજુ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 
 
વિદ્યાનગર તાબે મોગરી ગામમાં એક દિવસ અગાઉ રાત્રીના સુમારે એક મારામારીનો બનાવ સર્જાયો હતો. આ ઘટનામાં ગામમાં રહેતી એક યુવતિની ઠઠ્ઠા મશ્કરી કરતા ઠપકો આપવા ગયેલ પરીવાર પર અને બીજી તરફ ગામમાં રેહતી એક મહિલાના દિકરાને મારવા માટે ગયેલ ઈસમોએ ઠપકો આપતા સામસામે પથ્થર મારો કર્યો હતો.
 
આ બંન્ને પક્ષોએ સામ સામે મારક હથિયારોથી હુમલો કરી રોડ પર પડેલી બે કારોને નુક્શાન પહોંચાડયું હતું. આ ઘટનામાં પોલીસે આજે મનિષ ઉર્ફે મીરચી અશોકભાઈ,શૈલેષ રયજીભાઈ, વિનુ અંબાલાલ,હર્ષદ મગનભાઈ,શંભુ બુધાભાઈ, ગોપાલ  તમામ પરમાર અને બીજા પક્ષે કિરણકુમાર પટેલ અને કલ્પેશ ઉર્ફે ભગતભાઈ પટેલની અટકાયત કરી હતી.
 
આ ઈસમોને પોલીસે કોર્ટમાં રજુ કરવા માટે લઈ ગઈ હોવાની માહિતી પ્રાપ્ય થઈ હતી.જેમના રિમાન્ડની માંગણી કરવાની હોવાની માહિતી પોલીસે વધુમાં ટેલીફોનિક સંપર્ક કરતા જણાવી હતી.
 

Post Comments