Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેટલાદના પોલીસ કર્મચારીની પુત્રી ઉમરેઠમાંથી ગૂમ થઈ

- પરિવાર પુત્રીના લગ્નની ખરીદી માટે ઉમરેઠ આવ્યો હોવાની જાણ થઈ

આણંદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
આણંદ જિલ્લાના પેટલાદમાં પોલીસ કર્મી તરીકે ફરજ નિભાવતા વ્યક્તિની દિકરી લગ્નના થોડા જ દિવસ પહેલા ગુમ થતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ હતી. પેટલાદમાં રહેતો પોલીસ કર્મી દિકરીના લગ્ન માટે મુળ વતન ઉમરેઠમાં આવ્યો હતો. જ્યાં ખરીદી કરવા ગયેલ પરીવાર  પરત આવતા દિકરીને ઘરે ન જોતા શોધખોળ હાથધરી હતી.
 
આ યુવતિના પિતા દ્વારા ઉમરેઠ પોલીસ મથકે ગુમ જાણાવા જોગ નોંધ અપાઈ હતી. મુળ પેટલાદ પોલીસ મથકે ફરજ નિભાવતા પુનમભાઈની દિકરી ઉર્વશીના લગ્ન થોડા જ દિવસમાં થવાના હતા.જેથી પુનમભાઈ અને તેમનો પરીવાર મુળ વતન ઉમરેઠ મુકામે આવ્યા હતા.
 
આ લગ્નની ખરીદી માટે પુનમભાઈ અને તેમનો પરીવાર આણંદ ગયો હતો. આ સમયે તેમની દિકરી કોઈને કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. એક તરફ દિકરીના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત પરીવારે પોતાની દિકરી ઘરે ન જોતા શોધખોળ હાથધરાઈ હતી. પરંતુ મળી ન આવતા અંતે ઉમરેઠ પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ આપવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Post Comments