Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદ જિલ્લામાં ગરમી ૪૧ ડિગ્રી

- તા. ૨૦ થી ૨૪ દરમ્યાન તાપમાન ૩૯થી ૪૧ ડિગ્રી રહેવાની સંભાવના

આણંદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો સતત ૪૦ ડિ.સે.ની ઉપર રહેતા જિલ્લાવાસીઓ ગરમીમાં સેકાઈ રહ્યા છે. જો કે આગામી પાંચ દિવસ દરમ્યાન આવી જ ગરમી પડશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
 
વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ તા.૨૦ થી ૨૪ મે, ૨૦૧૭ દરમ્યાન જિલ્લામાં તાપમાનનો પારો ૩૯ થી ૪૧ ડિ.સે. રહેવાની સંભાવના છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિ.સે.ની આસપાસ રહેશે. હવામાં ભેજનું પ્રમાણ ૬૮ થી ૭૪ ટકા સુધી રહેશે. પવનની ગતિ ૯ થી ૧૩ કિમી/કલાક આસપાસ રહેશે. હાલ પડી રહેલી ગરમીના કારણે ચરોતરવાસીઓ વહેલી સવાર તથા મોડી સાંજ બાદ જ ઘરની બહાર નીકળવાનું મુનાસીબ માને છે.
 
હાલમાં પડી રહેલી ગરમીને કારણે જિલ્લાનું જનજીવન ખોરવાયુ છે. આમ આદમીની સાથે સાથે પશુ-પંખીની હાલત પણ દયનીય બની ગઈ છે. બપોરના સમયે બજારમાં કેટલાક વિસ્તારોમાં કરફ્યું જેવો માહોલ દેખાઈ રહ્યો છે. મોટાભાગે ખેડૂતો અખાત્રીજના દિવસે ખેતીકામમાં જોતરાય જતા હોય છે પરંતુ ગરમીને કારણે હાલ તેઓ પણ વહેલી સવાર કે સમી સાંજના સમયમાં જ ખેતરમાં કામ કરતા નજરે પડી રહ્યા છે.
 
એક તરફ લગ્ન સીઝન પુરબહારમાં ખીલી ઉઠી છે. પરંતુ ગરમીથી જાનૈયાઓ પણ હેરાન થઈ ગયા છે. ગરમીની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારાનો અનુભવ નાગરિકો કરી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગરમીનું પ્રમાણ ૪૧ ડિ.સે.ની આસપાસ રહેશે. ખેડૂતો માટે હાલ પડી રહેલી ગરમીને ધ્યાનમાં લઈને કેટલીક સલાહ અપાઈ છે. જેમાં બાજરી પાકમાં દાણા પાકવાની અવસ્થા હોવાથી પક્ષી ઉડાડવાની વ્યવસ્થા કરવી.
 
આગામી બે-ત્રણ દિવસ પાકમાં પિયત આપવાનું ટાળવું જેથી વધુ પવનની ગતિની પરિસ્થિતિમાં પાકને પડી જતો બચાવી શકાય. પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતોએ મરઘાંને ગરમ હવાથી બચાવવા માટે કંતાનથી ઢાંકવુ અને પક્ષીને લૂથી બચાવવા બપોરના સમયે સતત પાણીનો છંટકાવ કરવો. ખેતરની માવજત કરવા મકાઈ કાપી લીધા પછી ખેતરને ઉંડી ખેડ કરી તડકે તપવા દેવું. ધરૃવાડીયા માટેની જગ્યા ખેડ કરી તડકે તપાવવી.
 
આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતોએ તજજ્ઞાોની સલાહ લેવી. આજે આણંદ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૧ ડિ.સે. નોંધાયું છે જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪.૮ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૨.૯ ડિ.સે. નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા, પવનની ગતિ ૬.૬ કિ.મી./કલાક સાઉથ-વેસ્ટની નોંધાઈ છે. જ્યારે સૂર્યપ્રકાશ ૧૧.૩ નોંધાયો છે.
 

Post Comments