Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિણાવ ગામમાં ૪ વર્ષની બાળકીની કરપીણ હત્યાથી ગામમાં ચકચાર

- અદાવતમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો

આણંદ, તા.16 ફેબ્રુઆરી 2017,ગુરુવાર

આણંદ જિલ્લાના ખંભાતના ફિણાવ ગામે ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી તેની કરપીણ હત્યાને અંજામ અપાયો હતો.

આ નિર્દોષ બાળકીનું ગળું દબાવી હત્યા કરી તેના મૃતદેહને તમાકુના ખેતરમાં પાંદડા વચ્ચે દબાઈ નાંખી દેવામાં આવી હતી. આ ઘટનામાં બાળકીના બે દિવસ શોધખોળ કર્યા બાદ તેના પરીવારજનોએ ખંભાત રૃરલ પોલીસ મથકે ગુનો નોધાયો હતો. આ ગુનાના કામે એક ઈસમને શંકમંદ ઈસમની અટકાયત કરાઈ હતી. આ ઈસમની કડક પુછપરછ કરતા તેને હત્યાને અંજામ અપ્યા હોવાની કબુલાત કરી હતી.

આણંદ જિલ્લાના ખંભાત તાબે ફિણાવ ગામે એક હત્યાના બનાવને અંજામ અપાયો હતો. જેમાં ગઈ તા. ૧૪મીના રોજ તારાપુરમાં રહેતી સરોજબેન તેના એક દિકરા અને દિકરીને લઈને  ફિણાવ ગામે ગઈ હતી. જ્યાં છેલ્લા ઘણા સમયથી તેમના મકાનની સહીયારી દિવાલના ઝઘડા અને પૈસાની લેતી દેતીમાં ઘરની નજીક રહેતા રાજુ ઉર્ફે રાજેશ ઈશ્વરભાઈ ઉ.વ.૩૦ દ્વારા આ બાબતમની રીસ રાખી ઉક્ત મહિલાની ચાર વર્ષની બાળકી શિવાનીનું અપહરણ કરી લઈ ગયો હતો.

આ બાળકીનું ગળું દબાવી તેની કરપીણ હત્યા કરી તેના મૃતદેહને ખોડીયારપુરા પાસે આવેલ ખેતરમાં પાંદડા વચ્ચે લપેટી નાંખી દેવાઈ હતી. આ બાળકીની શોધખોળ તેના માતાપિતાએ શરુ કર્યા બાદ ખંભાત રૃરલ પોલીસ મથકે ગુનો નોેંધાવ્યો હતો. પોલીસે આ ઘટનામાં શકમંદ તરીકે પ્રથમ રાજુ ઉર્ફે રાજેશને ઝડપી તેની તપાસ હાથધરી હતી. જેમા ંરાજુએ ઉક્ત ગુનાની કબુલાત કરી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી જેથી આ ઈસમની અટકાયત કરી હતી.

આ ઘટનામાં તપાસ કરતા અધિકારીના રાઈટરનો ટેલીફોનિક સંપર્ક કરાયો હતો. જેમાં ઉક્ત ઘટનામાં પોલીસે પ્રથમ ગુમ જાણવા જોગ નોંધ લઈ ઉક્ત ઈસમ સામે શકમંદ તરીકે લાવી તેની કડક તપાસ કરી હતી. જ્યારે આ ઈસમે બાળકીને મોતને ઘાટ કયા કારણસર ઉતારી તેની કબુલાત કરી હતી. આ બાળકીના દેહને હાલ પોસ્ટમોર્ટ માટે ખસેડાયો હતો. જ્યારે ઝડપાયેલ ઈસમની પણ મેડીકલ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી જણાવી હતી.

Post Comments