Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડા જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં ગેરરીતિના ૨૫ કેસોની સુનાવણી

- ૧૩ ધો. ૧૨ સા. પ્રવાહના, ૧૨ ધો. ૧૦ના કેસ : પરિણામ જાહેર થયા બાદ ખબર પડશે

નડિયાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
માર્ચ-ર૦૧૭માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં  ખેડા જિલ્લામાં ગેરરીતિના રપ કેસોની સુનાવણી  ગાંધીનગરખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ પૂર્ણ થઈ છે. આ રપ કેસોમાં ૧૩ કેસ ધો. ૧ર સામાન્ય પ્રવાહના છે. જ્યારે ૧ર કેસ ધો. ૧૦ના છે. જોકે, આમાં ખરેખર કેટલા   દોષિત છે તે પરિણામ વખતે  ખબર પડશે. 
 
સુનાવણી બાદ હવે આગામી દિવસોમાં જ્યારે ધો. ૧૦ અને ધો. ૧ર સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થશે, ત્યારે ગેરરીતિના કેસોનું પણ પરિણામ જાણવા મળશે. ગાંધીનગરખાતે બોર્ડના સચિવ અને પરીક્ષા સમિતિ સમક્ષ  સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં  સીસીટીવી અથવા બીજી રીતે ગેરરીતિ કરતા માલુમ પડેલ વિદ્યાર્થી, તેના વાલી, સુપરવાઈઝર અને સ્થળ સંચાલકના નિવેદનો લેવામાં આવ્યા હતા. માર્ચ ર૦૧૭માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ખેડા જિલ્લામાં ધો. ૧ર વિજ્ઞાાન પ્રવાહમાં ગેરરીતિનો એક પણ કેસ ઝડપાયો ન હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ડી. જી. પટેલે જણાવ્યું હતું. 
 
જ્યારે ધો. ૧ર (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહમાં ૧૩ અને ધો. ૧૦ (એસ.એસ.સી.)માં ૧ર મળી કુલ રપ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા  માલુમ પડયા હતા. સુનાવણી બાદ હવે દોષિણ જણાયેલ વિદ્યાર્થીઓના પરિણામો પેન્ડીંગ રાખવામાં આવશે. એક વર્ષ બાદ આવા વિદ્યાર્થીઓ પુન: બોર્ડની પરીક્ષા આપશે.
 
જ્યારે ગેરરીતિમાં મદદરૃપ સાબિત થનાર સુપરવાઈઝર અને સ્થળ સંચાલક સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. લગભગ ચાલુ માસના છેલ્લા સપ્તાહમાં ધો. ૧ર  સામાન્ય પ્રવાહ અને ત્યારબાદ જૂન માસના પ્રહેલાં સપ્તાહમાં ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તે વખતે કેટલા વિદ્યાર્થીઓ અને પરીક્ષા સ્ટાફ દોષિત છે તે  માલુમ પડશે. 
 

Post Comments