Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કપડવંજમાં ભત્રીજાના ત્રાસથી કંટાળી કાકીએ અગ્નિસ્નાન કરતા ચકચાર

- ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાઈ

નડિયાદ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

કપડવંજ શહેરમાં ભત્રીજાએ પોતાની સગી કાકી ઉપર બદ નજરથી જોઈ છેડતી કરી હોવાના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાદ કંટાળેલી કાકીએ અગ્ની સ્નાન કરી લીધુ  છે. ભોગ બનનાર યુવતીએ પોતાના પિતાને સાચી હકીકત કહેતા જણાવ્યું કે તેણીના ભત્રીજાએ છેડતી કરી અને તેના ઉપર ત્રાસ ગુજારતા આ પગલુ ભર્યુ હોવાની કેફીયત કહી છે.

શહેરના ડબગરવાસ ખાતે આવેલ ઘાંચીવાડમાં સલીમભાઈ સીદ્દીકભાઈ શેખ રહે છે. તેમના લગ્ન વર્ષ ૨૦૦૨માં આણંદના ભાલેજ રોડ ઉપર રહેતા મહંમદહનીફ કાસમભાઈ શેખની દિકરી મદીનાબેન (ઉં.વ.૩૫) સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેઓએ ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. ગત્ તા.૧૧મી એપ્રિલે મહંમદહનીફ પોતાના ઘરે આણંદ મૂકામે હતા. ત્યારે તેમના જમાઈ સલીમનો ફોન તેમના ઉપર આવ્યો હતો અને જણાવ્યું કે મદીના શરીરે ખુબજ દઝાય જતાં તેણીને તુરંત સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જઈએ છે તમે ત્યાં આવો.

આથી મહંમદહનીફ તુરંત અમદાવાદ જવા રવાના થયા હતા. આ બાદ હોસ્પિટલમાં પહોંચતા પોતાની દિકરી મદીનાને પુછતા તેણીએ જણાવ્યું કે ચ્હા બનાવતા સ્ટવ ફાટવાનો બનાવ બન્યો હતો. તેથી તે શરીરે ખુબજ દઝાઈ પડી હોવાનું જણાવ્યું હતું. બાદમાં મહંમદહનીફે પોતાની દિકરીની વધુ પુછતાછ કરતા તેણે પોતાના ભત્રીજા એજાજ અનવરભાઈ શેખ (રહે.ઘાંચીવાડ, કપડવંજ)ના ત્રાસથી શરીરે કેરોસીન છાંટી અગ્ની સ્નાન કર્યુ હોવાનું જણાવ્યું હતું. શરીરે દાઝી ગયેલી યુવતીએ પોતાના પિતાને જણાવ્યું કે એજાજ ખરાબ નજરથી જોતો હતો અને તે અવાર નવાર મારી છેડતી પણ કરતો હતો. આ નિવેદનને આધારે મહંમદહનીફે તેણીના ભત્રીજા એજાજ શેખ વિરૃધ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગંભીર રીતે દઝાય ગયેલી પરીણિતા જીવન મરણના ઝોલા વચ્ચે  જજુમી રહી છે.
પરીણિતાના પિતાના નિવેદનના આધારે તેણીના ભત્રીજા એજાજ શેખ વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Post Comments