Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્દુચાચાને સન્માન અપાવવા આવેદન અપાશે

- મહાગુજરાત લડતના પ્રણેતા

- નડિયાદની સેવાભાવી સંસ્થાઓ આજે જિલ્લા કલેકટરને મળીને પોતાની માગણીઓ રજુ કરશે

નડિયાદ,તા.૧૬ મે 2018, બુધવાર

નડિયાદના સપૂત અને મહાગુજરાતનાં પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિાકને યોગ્ય સન્માન મળવું જોઈએ. આ માંગણી સાથે નડિયાદની અનેક સંસ્થાઓ આજે જિલ્લા કલેક્ટર પાસે પહોંચશે. જ્યાં આવેદનપત્ર પાઠવી ઈન્દુચાચાના વારસાને યોગ્ય માવજત અને સારસંભાળની માંગણી કરશે.

કરમસદમાં સરદારની અખંડ જ્યોતને એલ.ઈ.ડીમાં તબદીલ કરતાં તંત્રને નગરજનોનાં રોષનો સામનો કરવો પડયો છે. આજના ગુજરાતની રચનાનાં નેતાં ઈન્દુલાલ યાજ્ઞિાકને પણ સન્માન મળી રહે તે માટે તેમનાં વારસાનું યોગ્ય જતન થવું જરૃરી છે. આ માટે આજે નડિયાદની સેવાભાવી સંસ્થાઓ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરનાર છે. જેમાં ઈન્દુલાલ યાજ્ઞિાક સ્મૃતિ સમિતિ, નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અને ફેડરેશન ઓફ સીનીયર સીટીઝન ક્લબ સહિતની અનેક સંસ્થાઓ જોડાશે. ખેડા જિલ્લા કલેક્ટરને આજે આવેદન પાઠવવામાં આવશે. જેમાં સંતરામ મંદિર પાસે આવેલી ઈન્દુચાચાની પ્રતિમાની આસપાસથી લારી-ગલ્લાનાં દબાણો દૂર કરવાં અને તેની આસપાસ બાંધકામ કરી પ્રતિમાનો બેઝ મોટો કરવામાં આવે.

નડિયાદમાં આવેલા તેમના નિવાસ સ્થાનની જર્જરીત હાલત છે. જેની મરમત કરવી અને તેમના આ વારસાની જાળવણી કરવામાં આવે. ખેડા જિલ્લા કલેક્ટર કચેરીનું નામ 'ઈન્દુલાલ જિલ્લા સેવા સદન' કરવામાં આવે. આ ઉપરાંત શહેરનાં કોઈ મોટા માર્ગને ઈન્દુચાચા રોડ નામ આપવું. ધોરણ ૧૦ કે ૧૨નાં ગુજરાતી પાઠયપુસ્તકમાં ઈન્દુચાચાના જીવનચરિત્ર પાઠ મુકવો. નડિયાદની જે શાળામાં ઈન્દુલાલ યાજ્ઞિાકે અભ્યાસ કર્યો હતો તે શાળામાં સરકારી ગ્રાન્ટ ફાળવી તેમનું સ્મારક બનાવવા સહિતની અનેક માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવનાર છે. તેમજ આ માંગણીયોનો તાકીદે સ્વીકાર ન કરાય તો આગામી દિવસોમાં લોકઆંદોલન કરવાની ચિમકી ઉચ્ચારનાર છે.

Post Comments