Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોજીત્રામાં કોમી વૈમનસ્ય ફેલાવતા તત્ત્વો સામે રેલી યોજાઈ

- હિન્દુ સંગઠનની આગેવાની હેઠળ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

આણંદ,તા.૧૩ જૂન 2018, બુધવાર

છેલ્લા ઘણાં સમયથી સોજીત્રા ખાતે બે કોમ વચ્ચે મારામારી તેમજ કોમી વૈમનસ્ય ફેલાવી ગામની શાંતીને ડહોળવાના પ્રયાસો ચોક્કસ કોમના લોકો દ્વારા કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ સાથે સોજીત્રા સહિત આજુબાજુના ગ્રામજનો દ્વારા હિન્દુ સંગઠનની આગેવાની હેઠળ રેલી કાઢી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સોજીત્રા તાલુકાના આજુબાજુના ગામોમાં છેલ્લા ઘણાં સમયથી કેટલાક ચોક્કસ કોમના તત્વો દ્વારા હિન્દુ સમાજના યુવાનોને યેનકેન પ્રકારે ઝઘડો કરી માર મારવાની ઘટનાઓ વધી જવા પામી છે. તદ્ઉપરાંત ગામમાં બજારમાં ખરીદી કરવા નીકળતી મહિલાઓની છેડતી સાથે શાળા અને કોલેજોમાં જતી યુવતીઓની મશ્કરીઓ કરવાની સાથે સાથે જબરદસ્તી હાથ પકડી રીક્ષામાં બેસાડવાના પ્રયાસો લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અવાર-નવાર છેડતી, ઝઘડા, મારામારીની ઘટનાઓ બનતી રહે છે. હાલમાં દેવાતજ ખાતે બનેલી ઘટના તેનો પુરાવો છે. પરંતુ આ બધી ઘટનાઓ ઉપર પોલીસ દ્વારા કુણુ વલણ અપનાવી ટાઢુ પાણી રેડી દેવાતાં અસામાજીક તત્વોને મોકળું મેદાન મળી જવા પામ્યું છે.

આવા અસામાજીક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. જેને પગલે સોજીત્રા સહીત આજુબાજુના ગ્રામજનો દ્વારા હિન્દુ સંગઠન સાથે મળી પીપળાવ આશાપુરી માતાના મંદીર ખાતેથી મોટર સાયકલો, કાર, ટ્રેક્ટર સાથે રેલી કાઢવામાં આવી હતી. જેને પોલીસ દ્વારા કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે અમીન ઓટો ચોકડી પાસે રોકી દેવામાં આવી હતી. જ્યાં ગ્રામજનોએ ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ ગામના અગ્રણીઓ સહિત રાજકીય અગ્રણી, હિન્દુ સંગઠનના અગ્રણીઓએ સાથે મળી જિલ્લા કલેક્ટર રાણાને આવેદનપત્ર આપી મૌખીક રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે સોજીત્રા પંથકમાં કોમી વૈમનસ્ય ફેલાવનાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી આવા તત્વોને તડીપાર કરી સોજીત્રા સહિત આજુબાજુના ગામોમાં શાંતી અને સલામતી જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી હતી.

Post Comments