Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડા જિલ્લામાં શિક્ષણમાં છોકરાઓ કરતા ૧૯ હજાર છોકરીઓ પાછળ

- પ્રાથમિક શાળામાં ૧.૫૫ લાખ છોકરાઓ અને ૧.૩૬ લાખ છોકરીઓ અભ્યાસ કરે છે

નડિયાદ ,તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ખેડા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ મેળવવામાં છોકરીઓનું પ્રમાણ છોકરા કરતા ઓછુ જોવા મળી રહ્યુ છે. જેથી સરકારની બેટી પઢાઓની વાતો પોકળ  સાબિત થઈ  છે. હાલ ખેડા જિલ્લામાં  કુલ ૨,૯૧,૬૬૬ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં છોકરાઓની સરખામણીમાં ૧૯,૩૭૮જેટલી  છોકરીઓ ઓછી જોવા મળી રહી છે.માટે છેલ્લા સમયથી બેટી પઢાઓ અતર્ગત સરકાર દ્વારા ઘણી યોજનાઓ હાથ ધરવામાં  આવી હતી. પરંતુ પ્રાથમિક શિક્ષણની ૨૦૧૭ની આંકડાકીય  માહિતી પ્રમાણે આ યોજનાનો ફિયાસ્કો થયો છે.

જિલ્લાનાં અનેક તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવવામાં છોકરીઓનું પ્રમાણ  છોકરાઓ કરતા ઓછુ છે.ખેડા જિલ્લાની વાત કરીએ તો ં ગળતેશ્વર તાલુકામાં કુલ ૧૯૫૧૨સંખ્યામાંથી ૯૦૩૦ છોકરીઓ ,કપડવંજ તાલુકામાં કુલ ૩૮૬૨૪ સંખ્યામાંથી  ૧૮૨૩૦ છોકરીઓ,કઠલાલ તાલુકામાં કુલ ૩૦૪૧૩  સંખ્યામાથી ૧૪૨૫૪ છોકરીઓ, ખેડા તાલુકામાં  કુલ ૧૯૩૮૧ સંખ્યામાંથી ૮૮૨૪ છોકરીઆ,ે મહેમદાવાદ  તાલુકામાં કુલ ૩૮૩૨૪ સંખ્યામાંથી ૧૭૮૬૧ છોકરીઓ, મહુધામાં કુલ ૧૮૦૪૨ સંખ્યામાંથી  ૮૬૧૫ છોકરીઓ,માતર  તાલુકામા ં૧૯૭૯૦  સંખ્યામાંથી  ૯૩૬૩ છોકરીઓ, નડિયાદ તાલુકામાં ૬૭૪૮૭ સંખ્યામાંથી ૩૧૨૦૪છોકરીઓ, ઠાસરામાં ૨૯૭૬૮ સંખ્યામાંથી ૧૩૯૯૪ છોકરીઓ  અને  વસોમાં ૧૦૩૨૫માંથી ૪૭૬૯  છોકરીઓ અભ્યાસ કરી રહી છે.

આમ, કુલ ૨૯૧૬૬૬ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી માત્ર ૧૩૬૧૪૪ છોકરીઓની શાળાકીય  શિક્ષણ મેળવી રહી છે. તેથી સરકારની  બેટી પઢાઓ અને મહિલા સશક્તિકરણની વાતો પોકળ સાબિત  થઇ રહી છે.છેલ્લા કેટલાય સમયથી સરકાર મહિલાસશક્તિકરણ લગતા વિવિધ કાર્યક્રમ કરી રહી  છે. પરંતુ છોકરીઓને જો પ્રાથમિક શિક્ષણ જ નહીં મળે તો ક્યાંથી મહિલા સશક્ત થવાની? એ મોટો પ્રશ્ન ઉભો થયો છે.તેથી સરકાર દ્વારા  છોકરીઓનાં શિક્ષણનો પાયો મજબૂત કરવામાં આવે તો જ નારી એ શકિત બની શકશે.અને પોેતાના આર્થિક  તેમજ  સામાજિક  નિર્ણય  લેવા જેટલી સક્ષમ થશે. આ માટે સરકાર અસરકારક પગલા લે તેવી લોકમાંગ ઉગ્ર બની છે.
ખેડા જિલ્લાની તમામ શાળાઓનાં વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી૨૦૧૭

તાલુકા 

છોકરાઓની સંખ્યા

છોકરીઓની સંખ્યા

છોકરીઓની ઘટ

ગળતેશ્વર

૧૦૪૮૨

૯૦૩૦

૧૪૫૨

કપડવંજ

૨૦૩૯૪

૧૮૨૩૦

૨૧૬૪

કઠલાલ

૧૬૧૫૯

૧૪૨૫૪

૧૯૦૫

ખેડા

૧૦૫૫૭

૮૮૨૪

૨૬૦૨

મહેમદાવાદ

૨૦૪૬૩

૧૯૮૬૧

૧૭૩૩

મહુધા

૯૪૨૭

૮૬૧૫

૮૧૨

માતર

૧૦૪૨૭

૯૩૬૩

૧૦૬૪

નડિયાદ

૩૬૨૮૩

૩૧૨૦૪

૫૦૭૯

ઠાસરા

૧૫૭૭૪

૧૩૯૯૪

૧૭૮૦

વસો

૫૫૫૬

૪૭૬૯

૭૮૭

કુલ

૧૫૫૫૨૨

૧૩૬૧૪૪

૧૯૩૭૮

 

Post Comments