Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદ સબજેલમાં ૪૦ કેદીને ઝાડા-ઉલટી થતા અફડાતફડી

- ગરમીના કારણે સફોકેશન થતા બિમાર કેદીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આણંદ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

આણંદ પંથકમાં આવેલ સબ જેલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં કાચા કામના કેદીઓમાંથી ૪૦ કેદીઓને ઝાડા-ઉલ્ટી થતા કાફલો દોડતો થયો હતો. આ ઘટનામાં કેદીઓની સંખ્યામાં વધારો થવાથી અને ગરમીના કારણે સફોકેશનથી આ માહોલ સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આણંદમાં આવેલ સબ જેલમાં ગઈ કાલે મોડી સાંજે જેલર અને મામલતદારનો કાફલો દોડતો થયો હતો. આ જેમાં રહેતા કેદીઓમાંથી ૪૦ કેદીઓની અચાનક તબિયત લથડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કેદીઓને બપોરનું ભોેજન આપ્યા બાદ કેટલાકને ઉલ્ટી તથા કેટલાકને ઝાડાની સમસ્યા શરુ થઈ હતી.જેથી જેલરે તુરંત જ મામલતદાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જાણ કરી હતી.જેમાં આ તમામ ૪૦ કાચાકામના કેદીઓને તુરંત જ આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તબીબે તેઓને બોટલો ચઢાવી સારવાર શરુ કરી હતી.જ્યારે બીજા ૯ વ્યક્તિઓને ડિહાઈડ્રેશન થતા તેઓને ઈન્જેક્શન અને દવા આપી સારવાર શરુ કરવામાં આવી હતી.મોડી સાંજ સુધી બીજા કેદીઓની તબિયતમાં સુધારો આવતા પરત જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજાને સારવાર માટે રાખવામાં આવ્યા હતા.

ક્ષમતા કરતાં બમણા કેદીઓને જેલમાં રાખવામાં આવ્યા છે
આણંદ.તા,૧૬
આણંદ સબ જેલમાં વધુમાં વધુ ૩૫ કેદીઓને રાખવા માટેની વ્યવસ્થાની જગ્યાએ જેલમાં હાલ ૮૬ જેટલા કેદીઓ ભરવામાં આવ્યા હતા.જેમાં એક બેરેકમાં  બેથી ત્રણ કેદીઓની જગ્યાએ તેમાં ૧૨ કેદીઓને રાખવાની ફરજ પડી હોવાથી ડિહાઈટ્રેશન અને સફોકેશનથી તેમની તબિયત લથડી હોવાની માહિતી પ્રાપ્ત બની હતી. આ ઘટનામાં આણંદ સબ જેલના જેલરનો ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સંપર્ક દરમ્યાન જેલના ભોજનથી આ કેદીઓને કોઈ અસર ન થઈ હોવાની તથા જેલના બેરેકમાં જરુરના હિસાબ કરતા પણ વધુ કેદીઓ ભર્યા હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી જણાવી હતી. તેઓ વધુમાં જણાવ્યું હતું કે, આ જેલની પરિસ્થિતિ અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હોવા છતા તેમાં ઓર્ડર ન થતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી જણાવી હતી.

Post Comments