Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદ જિલ્લામાં કાળઝાળ ૪૦.૮ ડિગ્રી ગરમી

આણંદ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

સમગ્ર આણંદ જિલ્લામાં ધીમે-ધીમે તાપમાનનો પારો ઉંચે જઈ રહ્યો છે. આજે જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૦ ડિ.સે.ને પાર કરી જતા જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ગરમીના કારણે સામાન્ય જનજીવન પર અસર વર્તાઈ રહી છે. આગામી દિવસોમાં ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થોડા દિવસ પૂર્વે કમોસમી વરસાદ થયા બાદ આણંદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. આકાશમાં અંશતઃ વાદળો છવાતા જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી. જો કે હવે આકાશમાંથી વાદળો હટતા ધીમે-ધીમે તાપમાનનો પારો ઉંચે જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે પણ તાપમાનમાં વધારો નોંધાતા મહત્તમ તાપમાન ૪૦ ડિ.સે.ને પાર કરી જતા જિલ્લાવાસીઓએ અંગ દઝાડતી ગરમીનો અહેસાસ કર્યો હતો. ખાસ કરીને બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર નહીવત ટ્રાફિક જોવા મળે છે. બપોરના સુમારે લોકો ઘર કે ઓફિસમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે.

સાંજ ઢળતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો લટાર મારવા નીકળતા હોય છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજનું મહત્તમ તાપમાન ૪૦.૮ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૨.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૧.૪ ડિ.સે. નોંધાયું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા, પવનની ઝડપ ૩.૪ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૦.૨ રહેવા પામ્યો હતો. એક તરફ રાજ્યના વિવિધ સ્થળોએ જળસંકટ તોળાઈ રહ્યું છે અને સિંચાઈ માટે ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાને લઈને ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

Post Comments