Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા

- આવા ભઠ્ઠા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે

આણંદ,તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠનાં ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની રહેમનજર હેઠળ ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ધમધમી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ઉમરેઠ તાલુકામાં ચાલુ વર્ષે એક પણ ઈંટોના ભઠ્ઠાની પરવાનગી અંગે ચોપડે નોંધ મળી ન હોવા છતાં કેટલાંક શખ્શો ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ચલાવી પર્યાવરણ તેમજ જાહેર આરોગ્યને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરતા હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ચલાવતા તત્વો દ્વારા મહીનેે દહાડે સમયસર પત્રમ્ પુષ્પમ્ નો વ્યવહાર તંત્રના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓને પહોંચાડી દેવાતો હોવાથી આ મામલે અધિકારીઓની કોઈ કનડગત રહેતી ન હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે.

સિલ્કસીટીના હુલામણા નામથી જાણીતા ઉમરેઠ તાલુકાના છેવાડાનાં તેમજ મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદેસર ઈંટોના ભટ્વા ધમધમી રહ્યા છે. કેટલાંક તત્વો દ્વારા ખેતર તથા સીમ વિસ્તારમાં માટી કાઢી ઈંટોના ભઠ્ઠા ચલાવવામાં આવી રહ્યા છે. આવા ગેરકાયેદસર ઈંટોના ભઠ્ઠાના કારણે આસપાસમાં રહેતા નાગરિકો તેમજ પર્યાવરણને વિપરીત અસર થાય છે. ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ ઈંટોના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. તેમ છતાં તંત્રના નજરે આવા ભઠ્ઠા ન આવતાં જાગૃતોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.

નવાઈની વાત તો એ છે કે આણંદ પ્રાંત કચેરીના ચોપડે ઉમરેઠ તાલુકામાં એક પણ ઈંટોના ભઠ્ઠાને પરવાનગી આપવામાં આવી હોય તેવું નોધાયું નથી ત્યારે પ્રશ્ન એ છે કે ઉમરેઠ તાલુકામાં ધમધમતાં ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા કોના ઈશારે ચાલે છે ? તંત્રના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આવા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ચલાવતાં શખ્શો પાસેથી મહિને-દહાડે તોડપાણી કરી છૂપી આવક રળવામાં આવતી હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. જિલ્લાના કર્તા-હર્તા અને સમાહર્તા દ્વારા આ મામલે ખાનગી રાહે તપાસ કરાવવામાં આવે અને પર્યાવરણને નુકસાન કરતાં તત્વો તેમજ ભ્રષ્ટ અધિકારીઓ વિરૃધ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી જાગૃતોની બુલંદ માંગણી છે.

આ અંગે આણંદ પ્રાંત કચેરી ખાતે ટેલીફોનીક સંપર્ક કરતાં નાયબ મામલતદાર કે.ડી.સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લાના ઉમરેઠ તાલુકામાં ઈંટોના ભઠ્ઠા માટે એક પણ પરવાનગી ચોપડે નોંધાઈ નથી. ઉમરેઠની મામલતદાર કચેરીનો સંપર્ક કરતાં તેઓએ જિલ્લા પંચાયતનો સંપર્ક કરવા કહ્યું હતું. જ્યારે જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓનો સંપર્ક કરતાં તેમણે આણંદ પ્રાંચ કચેરીને ખો આપી હતી.

Post Comments