Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલાઓ પર થતા અત્યાચાર રોકવા સરકાર કડક પગલા લે : કોંગ્રેસ

- આણંદ શહેર મહિલા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

આણંદ,તા.9 જૂલાઇ 2018 સોમવાર

ભાજપ સરકારના રાજમાં સ્ત્રીઓ સામે દિન-પ્રતિદિન અત્યાચારનું પ્રમાણ વધી રહ્યું હોવાના આક્ષેપ સાથે આણંદ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા મહિલા ઉપર થતાં અત્યાચારો રોકવા માટે કડક વલણ અપનાવવામાં આવે અને અત્યાચારનો ભોગ બનેલ પીડીતાઓને ન્યાય મળે તેવી માંગ આણંદ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આણંદ શહેર મહિલા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી સામુહિક બળાત્કારની શરમજનક ઘટના ઘટી હતી. આ ચકચારી પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચના જે.સી.પી. જે.કે.ભટ્ટ દ્વારા વિવાદીત નિવેદન આપવામાં આવ્યું જે અશોભનીય હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

આવી ઘટનાઓને ઉચ્ચ અધિકારી લાપરવાહી દાખવી નજરઅંદાજ કરશે તો બળાત્કારના કેસો દિન-પ્રતિદિન વધતા જશે અને ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નહી રહે તેવો મત મહિલા કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો. આવી ઘટનાઓ રોકવા માટે સઘન ઓપરેશન હાથ ધરવામાં આવે તેમજ મહિલાઓની અવર-જવર હોય તેવા વિસ્તારોમાં તેમજ કોલેજ, સ્ટેશન જેવી જગ્યાઓ ઉપર રોમીયોગીરી તથા લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો કોઈ મહિલા સાથે દુષ્કૃત્ય થાય તો તેનું માનસિક સંતુલનને ધ્યાનમાં રાખી પુછપરછ થવી જોઈએ અને અનુકુળ વાતાવરણમાં સુમેળ સાધી ઉચ્ચ કાઉન્સેલીંગ દ્વારા પીડીતાનું નિવેદન લેવું જોઈએ તેવી રજુઆત કરવામાં આવી છે. આણંદમાં પણ થોડા માસ અગાઉ આવી એક ઘટના બનવા પામી હતી. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તથા પીડીતાની નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને પીડીતાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

Post Comments