Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરેઠ પાસે સૈયદપુરામાં આતંક મચાવનાર દિપડાને ઝડપી લેવાયો

- નેચરલ હેલ્થ ફાઉન્ડેશન ટીમે જાળ નાંખીને દિપડાને ઝડપી લીધો

આણંદ,તા.12 જાન્યુઆરી 2018, શુક્રવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ પાસે સૈયદપુરા ગામમાં એક દિપડાએ આતંક મચાવ્યો છે. આ ગામના બે ગ્રામજનોને આ દિપડા દ્વારા ઘાયલ કરવામાં આવ્યા છે.આ દિપડાને જોતા જ લોકોના ટોળે ટોળા સૈયદપુરા ગામની આસપાસ ભેગી થઈ હતી. ગઈ કાલે રાતથી આ દિપડો આવ્યાની વાતથી સન્નાટો વ્યાપ્યો હતો.વહેલી સવારે ખેતરમાં જતા બે યુવાનો પર આ દિપડાએ હુમલો કર્યો હતો. જેમાં બન્ને યુવાનોને તથા તેને પકડવા આવેલ ફોરેસ્ટ સ્ટાફના એક વ્યક્તિને  ઘાયલ  કર્યા હતા.આ ગામમાં ફોરેસ્ટ વિભાગ તથા નેચરલ હેલ્થ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બેથી ત્રણ પાંજરા મુકવામાં આવ્યા હતા. સમી સાંજે આ દિપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાના તારાપુ રોડ પર બે દિવસ અગાઉ દિપડો દેખાયાની વાતે જિલ્લામાં વાતાવરણમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ગઈ કાલે સાંજના સુમારે ઉમરેઠના સૈયદપુરા ગામે દિપડાના પગના નિશાન મળી આવતા ગ્રામજનો સજાક થયા હતા. વહેલી સવારના સુમારે ખેતરમાં જતા બે યુવાનો પર સંતાયેલા આ દિપડાએ હુમલો કર્યો હતો.જેમાં ખભાના ભાગે બંન્ને યુવાનોને ઈજાઓ પહોંચી હતી.આ ઘટનાની વાત વિજવેગે ગ્રામજનોમાં પહોંચતા ગ્રામજનોના ટોળે ટોળા ખેતરોની આસપાસ ભેગા થયા હતા. જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કાફલો તથા નેચરલ હેલ્થ ફાઉન્ડેશનની ટીમ આ ગામે આવી ચઢ્યો હતો.જ્યારે બે થી ત્રણ જગ્યાએ પાંજરા મુક્યા હતા. જેમાં એક દિવેલાના ખેતરમાં આ દિપડો સંતાયો હતો. સવારથી બપોર સુધીમાં આ ખેતરમાંથી છ થી સાત વખત તેને ખેતરની બહાર દેખા દીધો હતો.

પરંતુ ફોરેસ્ટ વિભાગના પાંજરામાં સપડાયો ન હતો.  એક તરફ દિપડાને પકડવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કમર કસી રહ્યો હતો.જ્યારે બીજી તરફ બીજા ગામોમાંથી પણ લોકોનો પ્રવાહ સૈયદપુરા ગામે એકઠો થઈ રહ્યો હતો. મોડી સાંજે આ દિપડાને પડકવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી હતી.જ્યારે આ દિપડો લોકોની બુમાબુમથી ભાગી એક ભેંસોના તબેલામાં ઢાળેલા ખાટલા તળે બેસી ગયો આ સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની પહેલા જ નેચરલ હેલ્થ ફાઉન્ડેશન ટીમ દ્વારા જાળ નાંખી આ દિપડાને પાંજરે પુરતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના સંદર્ભે ફોરેસ્ટ અધિકારી પટેલનો ટેલિફોનીક સંપર્ક કરાયો હતો.આ સંપર્ક દરમ્યાન ઝડપાયેલ દિપડો સાડા ચાર વર્ષનો હોવાની માહિતી જણાવી હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તારાપુર અને આસપાસ આ જ દિપડો હતો કે કેમ તે કહી શકાય નહી પરંતુ આ દિપડો એક જ રાતમાં ૮૦ થી ૯૦ કિ.મીનું અંતર પુરુ કરી શકે છે તેવી માહિતી જણાવી હતી
 

Post Comments