Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુવામાં પડી મૃત્યુ પામનાર બે બાળકોના દફનાવેલા મૃતદેહો બહાર કઢાયા

- મહેળાવના મહુડીયાપુરામાં

- સમાજના વડીલોને હત્યાની શંકા જતાં દફનાવેલા મૃતદેહોનું પીએમ કરાયું

આણંદ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

આણંદ જિલ્લના મહેળાવ તાબે મહુડીયાપુરા ગામે  કાંસ પાસે કપડા ધોઈ રહેલ માતા તેના બે દિકરાઓને કાંસ પાસેેના કુવામાં બે દિકરા ખાબક્યા હતા.આ ઘટનામાં એક નવો વળાંક પોલીસ સામે આવ્યો હતો. જેમાં માતા બચી ગયા બાદ બંન્ને મૃત બાળકોની દફનવિધી કરવામાં આવી હતી.કુવામાં પડી જવાની વાતમાં તથ્ય ન જણાતા બંન્નેના મૃતદેહોને કબરમાંથી બહાર કાઢી તેમના પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

આ ઘટનામાં મહેળાવ પોલીસના જણાવ્યા મુજબ રાજેશભાઈ કાભઈભાઈ પરમારની પત્ની સીતા ઉર્ફે શિતલ ગઈ તા.૧૪મીના રોજ બપોરના સુમારે ગામમાં આવેલ શીમડીયા કુવા પાસે કપડા ધોવા માટે ગઈ હતી. આ સમયે તેની સાથે ચાર માસનો બાળક જૈનીશ અને ચાર વર્ષનો દિકરો આર્ય ને લઈને ગઈ હતી. આ બંન્ને દિકરા કુવા પાસેની કાંસ પાસે રમતા હતા. આ સમયે નાનો દિકરો જૈનીશ કાંસ પાસેના કુવામાં પડયો હતો. જેની પાછળ ચાર વર્ષનો આર્ય પણ તેના ભાઈને બચાવવા કુવામાં પડયો હતો. બંન્ને બાળકોનો અવાજ ન આવતા કપડા ધોતા ધોતા તેની માતા સીતા પણ બાળકો પાસે પહોંચી હતી.જે બંન્ને કુવામાં પડેલા જોતા જ તેણે પણ તેઓને બચાવવા મરણીયો પ્રયાસ કરી કુવામાં ઝંપલાવ્યું હતું.

આ ઘટના બાદ પોલીસ મથકે આકસ્મિક મૃત્યુની નોંધ આપવામાં આવી હતી.જ્યારે માતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં બંન્ને મૃત બાળકોની દફનવિધી કરવામાં આવી હતી. પરંતુ સમાજના વડીલો દ્વારા આ ઘટનામાં કંઈક રંધાયું હોવાની જાણ થતા બંન્ને બાળકોના મૃતદેહને કબરમાંથી પરત બહાર કાઢવામાં આવ્યા હતા. જેમના મૃતદેહને પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

Post Comments