Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેટલાદઃ 18 જોડાના બાળલગ્ન અટકાવવામાં આવ્યા

- ગતિશીલ ગુજરાતમાં હજી પણ બાળલગ્નની પરંપરા યથાવત

- માતા-પિતા પાસેથી બાયંધરી લેવાઇ કે યોગ્ય વય પછી જ સંતાનોના લગ્ન કરાવીશું

આણંદ, તા. 17 મે 2018 ગુરુવાર

આણંદ ખાતે આવેલ બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીને તાજેતરમાં ટેલિફોનિક બાતમી મળી હતી કે પેટલાદ તાલુકાના આશી ગામ ખાતે જય માતાજી યુવક મંડળ ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી આયોજિત સમૂહ લગ્નમાં બાળલગ્ન થનાર છે.

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એસ.એમ.વ્હોરાની ટીમ બનાવવામાં આવી જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠક્કર, લીગલ કમ પ્રોબેશન ઓફિસર મનીષા જેઠવા તથા પેટલાદ રૃરલ પોલીસ દ્વારા રૃબરૃ સ્થળ ઉપર જઈને તપાસ કરી આયોજકો સાથે પરામર્શ કરી માહિતી મેળવવામાં આવી હતી.

આયોજકો દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ સમૂહ લગ્નમાં કુલ-૪૨ જોડાઓનાં લગ્ન થનાર છે જે પૈકી ૧૮ જોડાઓની ઉંમરની ખરાઈ કરવામાં આવતાં કાયદા મુજબ છોકરીની ઉંમર-૧૮ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોવાનું જણાઈ આવેલ.

આમ આવા ૧૮ જોડાઓની ઉંમર ઓછી હોવાનું માલૂમ પડતાં સમૂહલગ્નના સંચાલક, ગામના આગેવાનો અને બાળકોના માતા-પિતાને બોલાવી બાળલગ્નના કાયદાની વિગતવાર સમજ આપી બાળલગ્નોની છોકરીઓ પર થતી માઠી અસર વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.

આ કાયદાની અમોને આપના દ્વારા સમજ આપવામાં આવતા અમો આ ૧૮ જોડાઓનાં લગ્ન તાત્કાલિક અસરથી મોકૂફ રાખીએ છીએ અને છોકરા-છોકરીઓના માતા-પિતાઓને પણ રાજીખુશીથી આ લગ્ન મોકૂફ રાખવાનું જણાવેલ અને હવે પછી ભવિષ્યમાં કોઈપણ સમૂહ લગ્નમાં છોકરા-છોકરીઓની ઉંમરની ખરાઈ કરીને જ આયોજન કરવા જણાવ્યું હતું.

જ્યારે છોકરા-છોકરીઓના માતા-પિતાઓ પાસેથી પણ તેમના તમામ બાળકોના લગ્ન છોકરાના ૨૧ વર્ષ અને છોકરીઓના ૧૮ વર્ષ પછી જ કરાવીશું તેવી લેખિત બાંહેધરી મેળવવામાં આવી હતી.

Post Comments