Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાશિવરાત્રિની ભાવપૂર્ણ ઉજવણી

- વહેલી સવારથી શિવાલયોમાં દર્શન-આરતી માટે હજારો ભક્તોની લાઈનો લાગી ઃ દૂધ, જળ, શેરડીનો રસ ને કાળા તલનો અભિષેક થયો

નડિયાદ, આણંદ, તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

દેવાધિદેવ મહાદેવની ભક્તિ માટે શ્રેષ્ઠ એવા મહાશિવરાત્રિના પર્વની આજે ખેડા જિલ્લાના ગામેગામ ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ ઉપરાંત જિલ્લાભરના શિવાલયો આજે વહેલી સવારથી મોડી રાત સુધી ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી ગૂંજતા રહ્યા હતા. ભક્તોએ શિવલિંગ પર દૂધ, પાણીના અભિષેક કરી અને બિલ્વીપત્રથી પૂજન કરવામાં આવ્યું હતું. જીવના શિવ સાથેનું મિલન એટલે મહાશિવરાત્રી પર્વ. આજે મહાશિવરાત્રી પર્વને લઈને આણંદ શહેર સહિત જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવ..., બમ બમ ભોલે...ના નાદથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ શિવભક્તો શિવજીના દર્શનાર્થે ઉમટી પડયા હતા. જેને લઈને શિવમંદિરોમાં લાંબી કતારો જોવા મળી હતી. શિવભક્તોએ શિવલીંગ પર દૂધ, જળ તેમજ બીલીપત્રનો અભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ શિવાલયો ખાતે પ્રસાદીનું પણ વિતરણ કરાયું હતું. મોટાભાગે શિવરાત્રિ પર્વ નિમિત્તે શિવભક્તો ઉપવાસ કરી ભગવાન શિવજીને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર ભગવાન શિવજીની શોભાયાત્રા પણ નીકળી હતી. પર્વ નિમિત્તે વહેલી પરોઢથી મોડી સાંજ સુધી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

નડિયાદમાં આવેલા મોટા મહાદેવ, છાંગેશ્વર, સંત રામેશ્વર, એકલિંગજી તથા  યોગેશ્વર મહાદેવ સહિત તમામ શિવાલયોમાં  સોમવારે મહાશિવરાત્રિ નિમિત્તે ભાવિકોની ભીડ જોવા મળી હતી. જિલ્લામાં અન્ય સ્થળોએ આવેલા મંદિરોમાં પણ આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. શિવમંદિરોમાં આજે લઘુરૃદ્ર અને હોમાત્મક યજ્ઞા  કરવામાં આવ્યા હતા. ચાર  પ્રહરની પૂજા  કરીને પણ શિવજીની આરાધના કરવામાં આવી હતી. મંદિરોમાં શિવલિંગ પર આજે દૂધ, પાણી, શેરડીનો રસ તથા કાળાતલનો અભિષેક કરવા સાથે બિલીપત્ર અર્પણ કરી દેવાધિદેવનું વિશેષ પૂજન કરાયું હતું. શિવરાત્રિ પર શક્કરીયા, બટાકાનો ખૂબ મહિમા છે. તેથી આજના પાવન અવસરે વિવિધ શિવાલયોમાં મહાદેવજીને શક્કરીયા બટાકા પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરોમાં આજે મહાશિવરાત્રી નિમિત્તે શિવજીની શોભાયાત્રા નીકળી હતી. ચાંદીની પાલખીમાં નીકળેલી આ શોભાયાત્રા ગામના ડંકનાથ મહાદેવથી નીકળી લક્ષ્મીજી મંદિર વિસ્તાર, પટેલ વગા, મેઇન બજાર, સ્ટેશન રોડ,  વ્હોરવાડ અને વડા બજાર થઇ પરત ડંકનાથ મહાદેવ આવી હતી. ભવ્ય આતશબાજી અને અબીલ ગુલાલની છોળ સાથે નીકળેલી શિવજીની સવારી૧૪ જેટલા શિવમંદિરોમાં ફરી હતી. આ શોભાયાત્રામાં ગામના યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 શોભાયાત્રા પરત આવ્યા બાદ મંદિરમાં રાત્રીના ત્રણ પોર સુધી પૂજા-અર્ચના, અભિષેક અને પખાલ કરવામાં આવી હતી.  મંદિરોમાં શિવજીને બટાકા અને શક્કરીયા ધરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનોએ શિવજીના દર્શનનો લ્હાવો મેળવ્યો હતો.

શિવમંદિરોમાં ભાવિકોનો વધુ ધસારો રહ્યો હતો. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જયજયકારથી મંદિરો સતત ગૂંજતા રહ્યા હતા. ભૂદેવો દ્ધારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લઘુરૃદ્ર અને હોમાત્મક યજ્ઞાોની વિધિ સંપન્ન કરાવાઈ  હતી. શિવમહિમ્ન સ્ત્રોત અને શિવચાલીસાનું પઠન કરી ભાવિકો ભોળાનાથની ભક્તિમાં લીન થયા હતા. નડિયાદ સહિત જિલ્લામાં અનેક સ્થળોએ આજે શિવજીની શોભાયાત્રા નીકળી હતી.

નગરચર્યા માટે નીકળેલા શિવજીના દર્શન કરવા માટે ભાવિકો ઉમટયા હતા. વિવિધ શિવમંદિરોમાં સાંજના સમયે મહાઆરતી કરવામાં આવી હતી.

ઉત્કંઠેશ્વર, ગળતેશ્વર, વલેટવા ચોકડી પાસે  તથા શંકરાચાર્ય નગર જેવા જાણીતા સ્થળોએ આજે ભોળાનાથના દર્શન માટે મહેરામણ ઉમટયો હતો. શિવરાત્રિ નિમિત્તે આજે અનેક જગ્યાએ લોકમેળા ભરાયા હતા. ભાવિકોએ આજે ઉપવાસ કરીને પણ શિવજીની આરાધના કરી હતી. શિવરાત્રિના દિવસે ભાંગનો મહિમા હોવાથી આજે શિવમંદિરોમાં પ્રસાદીરૃપે ભાંગનું વિતરણ કરાયું હતું. નડિયાદ ઉપરાંત અનેક સ્થળોએ આજે  ભાંગની હાટડીઓ કરવામાં આવી હતી.

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં સોમવારના રોજ મહાશિવરાત્રી પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

 આણંદ શહેરના ઓમકારેશ્વર મહાદેવ, લોટીયા ભાગોળ મહાદેવ, કાબ્રેશ્વર મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મોટા મહાદેવ મંદિર અને જીટોડીયાના વૈજનાથ મહાદેવ તથા જિલ્લાના અન્ય શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. ખંભાતના પ્રાચીન તીર્થ સ્થળ બહુદક ખાતે ભવ્ય શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુદક તીર્થના શ્રી કપિલેશ્વર મહાદેવ ખાતે લઘુરૃદ્ર યજ્ઞા તેમજ ચાર પ્રહર પૂજાનું આયોજન કરાયું હતું. પર્વ નિમિત્તે જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.

 મોટાભાગના શિવભક્તોએ શિવરાત્રી પર્વ ટાણે ઉપવાસ કરીને તેમજ શિવલીંગ પર દૂધ, પાણી અને બીલીપત્ર અર્પણ કરીને શિવજીને અભિષેક કર્યો હતો. સાથે સાથે દરેક શિવાલયોમાં ભગવાન ભોલેનાથને પ્રિય એવી ભાંગનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો. જેનું આચમન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ફરાળી વાનગીઓનું મોટા પ્રમાણમાં વેચાણ
આણંદ,તા.૧૨
શિવરાત્રીના દિવસે શિવભક્તો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ઉપવાસ કરતા હોય છે. જેના પગલે કેટલાક વેપારીઓએ ફરાળી વાનગીઓ બનાવી વેચાણ અર્થે મુકી હતી. સાથે સાથે ફ્રુટસલાટ, બદામશેક સહિતની વિવિધ વાનગીઓની માંગમાં પણ ઉપવાસને લઈને વધારો જોવા મળ્યો હતો. જો કે વેપારીઓએ ઉપવાસના મહિમાને ધ્યાનમાં લઈ ગ્રાહકોને માંગને પહોંચી વળવા આવી વસ્તુઓનો પુરતો સ્ટોક કરી દેવાયો હતો.

શિવરાત્રી પર્વ નિમિત્તે બજારમાં બટાટા તેમજ શક્કરીયાની ધુમ ખરીદી નીકળી હતી. કેટલીક ગૃહિણીઓએ ઘરે જ બટાટા તેમજ શક્કરીયાનો શીરો બનાવી આરોગવાનું મુનાસીબ માન્યું હતું.

Post Comments