Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેમદાવાદના વાંઠવાળી પાસે એક્સપ્રેસ હાઈ-વે પર કારચાલકને લૂંટવાનો પ્રયાસ, બે ઝડપાયા ૧ ફરાર

- લિફ્ટ માગી કારમાં બેઠા બાદ ગળું દબાવ્યું પણ હાઈ-વે પોલીસ આવી જતા પકડાયા

નડિયાદ,તા.12 જૂલાઇ 2018 ગુરુવાર

અમદાવાદથી વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે દિવસેને દિવસે ભયજનક બની રહ્યો છે. અવાર નવાર આ હાઈવે ઉપર લૂંટ ચોરી જેવા બનાવો બનતા ત્યાંથી અવર-જવર કરતા લોકોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો છે. ગત્ રોજ વધુ એક લૂંટનો  પ્રયાસ આ હાઈવે ઉપર બન્યો છે. મહેમદાવાદના  વાંઠવાળી પાસે બનેલા આ બનાવમાં ત્રણ ઈસમો પૈકી બે ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

કાર લઈને સમી સાંજે અમદાવાદ જઈ રહ્યા હતા.  દુમાડ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ત્યાં ઉભા રહેલા ત્રણ શખ્સોએ લીફ્ટ માંગી આ  કારમાં બેઠા હતા.પેસેન્જરના સ્વાંગમાં આવી ચઢેલા ત્રણ લૂંટારુઓએ મહેમદાવાદના વાંઠવાળી પાસે હાઈવે ઉપર કારને ઉભી રખાઈ કાર ચાલકનું ગળુ દબાવી લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાઈવે ઉપરની પોલીસની પેટ્રોલીંગ વાન ત્યાં આવી ચઢતા ત્રણેય લૂંટારુઓ ખેતરાડુ રસ્તેથી ભાગી ગયા હતા. આ બનાવમાં બે લૂંટારુઓ પકડાઈ ગયા હતા.

પોલીસે ઝડપી લીધેલા બન્ને લૂંટારુઓની પુછતાછ કરતા તેઓએ પોતાના નામ હિંમત કરસન વાઘેલા (રહે.ઉધામડી, ગઢડા) અને ખીમજી હમીર ઉર્ફે બુધા મકવાણા (રહે.ધંધુકા, અમદાવાદ) હોવાનું જણાવ્યું છે. મુસાફરોના સ્વાંગમાં આ રીતે લૂંટ ચલાવવામાં આવતી હતી કે અન્ય કોઈ કારણ તે દિશામાં પોલીસે તપાસ સાંધી છે.પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. આ બન્ને શખ્સો છૂટક મજૂરી સાથે સાથે હીરા ઘસવાનું કામ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Post Comments