Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદના સીઆરપીએફના એક જવાનનું ભેદી તાવ આવતા મોત

- હોમિયોપેથીના ડોક્ટરે સારવાર કરી પણ ઘેર ગયા પછી તબિયત બગડતા અન્ય સ્થળે લઇ ગયા છતાં મોત

આણંદ,તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
આણંદ જિલ્લામાં એક આરપીએફના જવાનના કરુણ મોત થતા ચકચાર મચી હતી. આ જવાન મણીનગર ખાતે ફરજ બજાવતો હતો. જેને થોડા દિવસ પહેલા તાવ આવતા તેના ઘર પાસે આવેલ હોમિયોપેથીના તબીબ પાસે દવા કરાવવા ગયો હતો. આ તબીબે તેના રોગના નિદાન અર્થે બે ઈન્જીક્શન અને બોટલો ચઢાવી આપ્યા હતા. પરંતુ યુવાનને રજા આપ્યા બાદ ઘરે જતા તેના થાપાના ભાગે કાળો દાગ પડી જતા અને તેની તબિયત વધુ લથડતા તેને આણંદની બે હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં તેનું કરુણ મોત નિપજ્યું હતું.આ ઘટના બાદ આણંદ સીટી પોલીસે હાલ આકસ્મિક મૃત્યુની નોંધ લીધા બાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેનો રિપોર્ટ આવ્યા બાદ તબીબની બેદરકારી છે કે નહી તે અંગે આગળની તપાસ હાથધરવામાં આવશે.

આણંદના આરપીએફ ગ્રાઉન્ડ પાછળ આવેલ એન્ટરપ્રાઈઝ સોસાયટીમાં રહેતા એક આરપીએફ જવાનનું કરુણ મોત નિપજતા ચકચાર મચી હતી. તનવીરઅહેમદ જહીરુદ્દીન સોદાગર ઉ.વ.૩૫ જે મણીનગર ખાતે ફરજ બજાવે છે. આ યુવાનને ગત્ તા.૧૧મી ના રોજ તાવ આવ્યો હતો.

આ તાવ બાદ તેણે તેના ઘર નજીક આવેલ ડૉ. ઈગ્નાશભાઈ વાણીયાના દવાખાને સારવાર માટે ગયો હતો.ત્યાં ગયા બાદ તબીબે તેને થાપાના ભાગે બે ઈન્જેક્શન મુકી આપ્યા હતા તથા તાવના નિદાન માટે તેને બોટલો ચઢાવ્યા હતા. આ સારવાર આપ્યા બાદ તનવીરઅહેમદને રજા આપી ઘરે મોકલી દેવાયો હતો.ઘરે પહોંચ્યા બાદ તેની તબિયત વધુ લથડવા લાગી હતી અને તેના પરીવારજનોએ તેના થાફાના ભાગે જોતા મોટું કાળા કલરનું ચાઠું પડી ગયું હતું. તેની તબિયત વધુ લથડતા તેને આણંદમાં આવેલ બે હોસ્પિટલોએ સારવાર માટે ખસેડાયો હતો.જેને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ વાડીલાલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યું હતું પરંતુ રસ્તામાં જ તેને દેહ ત્યજી દેતા ઘટનાની જાણ મુખ્તત્યારખાન રફીકખાન પઠાણ દ્વારા આણંદ સીટી પોલીસ મથકે અપાઈ હતી. જેથી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણવા મળશે
આણંદ.તા,૧૩
આ ઘટનામાં આણંદ સીટી પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ ગઢવીનો ટેલીફોનિક સંપર્ક કરાયો હતો.જેમાં આ યુવાનના પોસ્ટમોર્ટમ બાદ તેના પાર્ટસને વિશેરા માટે મોકલી દેવાયા છે,આ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને અન્ય તબીબોના અભિપ્રાય બાદ આ તબીબની કોઈ બેદરકારી બને છે કે નહી તે નક્કી કરાશે.પોલીસે હાલ આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
 

Post Comments