Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે પોષી પૂનમ નિમિત્તે નડિયાદ સંતરામ મંદિરમાં બોરની ઉછામણી

- બાળક બોલતું ન હોય કે તોતડું હોય તેવા ભક્તો શ્રધ્ધાથી બોરની ઉછામણી કરે છે

નડિયાદ, તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં ગુરૃવારે પોષી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્ધારા બોરની ઉછામણી કરવામાં આવનાર છે. બાળક બોલતું ન હોય અથવા તોતડું બોલતું હોય તો પોષ સુદ પૂનમના રોજ સંતરામ મંદિરમાં બોરની ઉછામણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આવતીકાલે પોષી પૂનમના પર્વ પર  યોગાનુયોગ ગુરૃવાર છે. તેથી નડિયાદ અને ચરોતર સહિત દૂરદૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

શ્રદ્ધાળુઓ દ્ધારા અંદાજે ૭૦૦ મણ કરતા પણ બોરની ઉછામણી કરવામાં આવશે. આ પ્રસંગે મંદિર પરિસર જયમહારાજના જયજયકારથી ગૂંજી ઉઠશે. નડિયાદ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમના રોજ બોરની ઉછામણી કરવાનો અનેરો મહિમા છે. બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું બાળક વ્યવસ્થિત બોલતું થાય તે માટે શ્રદ્ધાળુઓ દ્ધારા સંતરામ મંદિરમાં બોરની ઉછામણી કરવાની માનતા માનવામાં આવે છે.

આવતીકાલે પોષ સુદ પૂનમ અને ગુરૃવાર છે. દર ગુરૃવારે સંતરામ મંદિરમાં અને દેરીએ ભક્તોની સંખ્યા વધુ હોય છે. તેથી આવતીકાલે ગુરૃવાર અને પોષી પૂનમનો સંયોગ હોઈ શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધુ રહે તેવી સંભાવના છે. વહેલી સવારે મંદિરની જાળી ખુલ્યા બાદ મહારાજને તિલક કર્યા બાદ શ્રદ્ધાળુઓ દ્ધારા જય મહારાજના જયઘોષ સાથે મંદિરના ચોકમાં બોરની ઉછામણી શરૃ કરાશે, જે રાત્રે મંદિર બંધ થતા સુધી જારી રહેશે.

પોષી પૂનમના આ પર્વનો મંદિરમાં ખૂબ મહિમા છે, તેથી આ પ્રસંગે શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કરશે. સ્થાનિક તેમજ બહારગામથી શ્રદ્ધાળુઓ પોતાના બાળકો લઈને આવશે જેઓ બોરની ઉછામણી કરશે. મંદિરમાં ચોકમાં ઉછામણી થતા બોરને પ્રસાદીરૃપે ગ્રહણ કરી શ્રદ્ધાળુઓ ધન્યતાનો અનુભવશે.

આગલા દિવસથી કિલોના ૩૦ રૃપિયે બોર વેચાયા
નડિયાદ, તા. ૧૧
નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમના મહિમાના પગલે આજે સવારથી શહેરના સંતરામ રોડથી લઈ સ્ટેશન વિસ્તારમાં આજે બોરની લારીઓ ગોઠવાઈ ગઈ હતી. નડિયાદ, ચકલાસી તથા અન્ય વિસ્તારોમાંથી બોર વેચનાર માણસો વાહનોમાં બોરના કોથળા લઈ આવી ગયા હતા.

આજે પૂનમના આગલા દિવસે  ૩૦  રૃપિયે કિલોની આસપાસના  ભાવે બોરનું વેચાણ થતું હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું. જોકે, બોરની ક્વોલિટી પ્રમાણે ભાવ લેવામાં આવતા હતા. ગુરૃવારે પૂનમ નિમિત્તે બોરના ભાવમાં વધઘટ થવાની શક્યતા છે.

Post Comments