Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડિયાદમાં પૂર્વ કાઉન્સિલરના હત્યા કેસમાં ન્યાયિક તપાસ કરવા માંગ

- દોઢ વર્ષ પૂર્વે આરોપીઓએ ગોળી મારેલી : ડીવાયએસપીને રજુઆત

નડિયાદ,તા.૧૧ બુધવાર જાન્યુઆરી 2017
નડિયાદના એક વિસ્તારમાં દોઢ વર્ષ  અગાઉ કોઈ  બાબતની રીસ રાખી ઝઘડો થયો હતો.જેમાં ઉશ્કેરાયેલાઈસમોએ નગરપાલિકાના પૂર્વ મ્યુનિ કાઉન્સીલરની ગોળી મારી ઘાતકી હત્યા કરી હતી.આ ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી તેઓની સમક્ષ કડક કાર્યવાહી થાય તે હેતુસર તેઓના પરિવારજનોએ આજે નડિયાદ ડીવાયએસપી સમક્ષ લેખીત રજુઆત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના વ્હોરવાડ ખાતે  સાજીદભાઈ અબ્દુલરહીમ વ્હોરા રહેતા હતા.તેઓ નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર હતા.

ગત્ તા.૯/પ/ર૦૧પના રોજ રાત્રિના સમયે તેઓની મરીડા ભાગોળ પાસે હત્યા કરાઈ હતી.આ ઘટનાને આજે દોઢ વર્ષ  જેટલો સમય વિતવા છતાં ફરાર આરોપીઓને પોલીસે આજ દિન સુધી અટકાયત કરી ન હોવાનો આક્ષેપ કરાયો છે.તેથી મૃતકના પરિવારજનોએ નડિયાદ ડીવાયએસપી સમક્ષ  આવેદનપત્ર આપી રજુઆત કરી ન્યાયિક તપાસની માંગણી કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ગત્ તા.૯/પ/ર૦૧પના રોજ રાત્રિના સમયે સાજીદભાઈ પોતાના ઘરે આવતા હતા.

તે દરમ્યાન મરીડા ભાગોળ વિસ્તારમાં અમુક શખ્સોએ રોકી સાજીદભાઈ  સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં સાજિદની હત્યાનો બનાવ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બનાવમા સામા પક્ષના માણસોની સામે પણ રાયોટીંગ અને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે.

Post Comments