Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદ જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં જનજીવન પર અસર

- લઘુતમ તાપમાન ૭.૨ ડિગ્રી ઃ આગામી ૩ દિવસ ઠંડી વધવાની આગાહી

આણંદ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં બુધવારના રોજ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને બુધવારે ચાલુ વર્ષે મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. બુધવારના રોજ લઘુત્તમ તાપમાન ૭.૨ ડિ.સે. નોંધાયુ હતુ. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા સામાન્ય જનજીવન પર અસર થવા પામી છે. સાથે સાથે પશુપંખીની હાલત પણ કફોડી બની છે. આગામી ત્રણ દિવસ સુધી જિલ્લામાં ઠંડી વધશે અને તાપમાનનો પારો હજી નીચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં અનેક બદલાવ જોવા મળી રહ્યા છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં પણ છેલ્લા સપ્તાહ દરમ્યાન અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધઘટ જોવા મળી હતી.

ગત મંગળવારના રોજ સમગ્ર આણંદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો ૧૧ ડિ.સે.ની ઉપર પહોંચી ગયો હતો. જો કે ઉત્તર ભારતમાં થઈ રહેલ ભારે હીમવર્ષાના કારણે બુધવારના રોજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે અને સમગ્ર આણંદ જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સુસવાટા મારતા બર્ફીલા પવનના કારણે લઘુત્તમ તાપમાન ૭.૨ ડિ.સે. સુધી પહોંચી જતા ચાલુ વર્ષે બુધવારના રોજ મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.

સમગ્ર જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. મોડી સાંજ બાદ આણંદ શહેરના રાજમાર્ગો તેમજ વિવિધ હાઈવે માર્ગ પર ટ્રાફિકની અવર-જવર નહીવત જોવા મળે છે. ધંધા-રોજગાર તેમજ અભ્યાસ અર્થે વહેલી સવારે નીકળતા લોકોને ફરજિયાત ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી રહી છે.

ઠંડીના કારણે પશુ-પંખી પર પણ અસર વર્તાઈ રહી છે.આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારના રોજ મહત્તમ તાપમાન ૨૫ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૭.૨ ડિ.સે અને સરેરાશ તાપમાન ૧૬.૧ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૭ ટકા, પવનની ઝડપ ૨.૧ કી.મી/કલાક નોર્થ-ઈસ્ટ નોંધાઈ હતી અને સૂર્યપ્રકાશ ૭.૫ રહેવા પામ્યો હતો. વધુમાં કૃષિ યુનિ.ના ર્ડા.ગોરના જણાવ્યા મુજબ ઉત્તરભારતમાં થઈ રહેલ હીમવર્ષાને લઈને બર્ફીલા પવન ગુજરાત તરફ ફુંકાતા હવામાં ઠંડક પ્રસરી છે. આગામી ૧૪ જાન્યુઆરી સુધી સમગ્ર આણંદ જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહેશે અને તાપમાનનો પારો ૬ થી ૭ ડિ.સે.ની આસપાસ રહેશે.

Post Comments