Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લઘુમતી કોમના યુવકે લગ્નના એક વર્ષ બાદ હિન્દુ પત્નીને કાઢી મૂકી

- માર મારી એટીએમકાર્ડ, સહી કરેલા ચેક પડાવી લીધા : યુવતીની સમગ્ર પરિવાર વિરૃધ્ધ ફરિયાદ

આણંદ,તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર2017
આણંદમાં રહેતી એક હિન્દુ યુવતિએ લઘુમતિ કોમના યુવાન સાથે એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.આ લગ્નના એક જ વર્ષમાં આ યુવાને તેનું પોત પ્રકાશ્યુ ંહતું.યુવતિને માર મારી યુવાને તેનું એટીએમ કાર્ડ, લાયસન્સ બેન્કના સહી કરેલ ચેકો પણ લઈ લીધા હતા. ત્યાર બાદ તેને માર મારી ઘરેથી કાઢી મુકાઈ હતી અને તેણીના પરીવારજનોને જાનથી મારી નાંખવાની ઘમકી પણ અપાઈ હતી. હાલ આણંદ અને આસપાસના જિલ્લાઓમાં પ્રેમમાં અંધ બની લવ જેહાદના પ્રકરણને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવા લગ્ન બાદ યુવતિની દશાની હકિકત ઉજાગર કરતો કિસ્સો બનતા જ યુવતિએ વિદ્યાનગર પોલીસ મથકે ઈસમ અને તેના પરીવારજનો સામે શારીરિક માનસિક ત્રાસનો ગુનો નોંધાવ્યો છે.

આણંદના એક વિસ્તારમાં રહેતી તેજલ (નામ બદલેલ છે)જેણે એક વર્ષ પહેલા પ્રેમમાં અંધ બની એક લઘુમતિ કોમના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.આ યુવતિને એક વર્ષના પ્રેમ લગ્નમાં જ યુવાને અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપવાનો શરુ કર્યો હતો.આણંદ - વિદ્યાનગર રોડ પર આવેલ અવસર સોસાયટીમાં રહેતો ઈદ્રીશ ઈસ્માઈલભાઈ વોરાની સાથે આણંદની એક યુવતિએ ગઈ તા. ૬-૧૦-૧૬ના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નના થોડા જ સમયમાં ઈદ્રીશે તેણીને ઘરની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરુ કર્યુ હતું.

આ વિશે પરીણિતાએ તેનો સામનો કરતા તેણીને માર મારી તેની બેન્કના એટીએમ કાર્ડ, બેન્કની સહી કરેલ ચેકબુકો, ડ્રાઈવિંગ લાયસન્સ લઈ મારમારી ઘરની બહાર કાઢી મુકાઈ હતી.આ ઈસમે તેણીને અને તેના પરીવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.પરંતુ પરીણિતાએ ડર રાખ્યા વિના પોતાની સાથે બનેલી હકિકતો વિદ્યાનગર પોલીસને જણાવી હતી.જેથી પોલીસે આ ઘટના સંદર્ભે ઉક્ત ઈસમ સામે ફ.ગુ.ર.નં.૧૨૯/૧૭ આઈપીસી કલમ ૪૯૮ (ક),૫૦૪,૫૦૬ (૨) મુજબનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી જણાવી હતી.

Post Comments