Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઠાસરા તાલુકામાં બાળ વિકાસ ભરતીમાં કૌભાંડના આક્ષેપો

- પસંદગી બાદ રાતોરાત ફેરબદલ થતાં અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ગ્રામજનો

નડિયાદ, તા.૧૨ ઓગસ્ટ શનિવાર 2017
ખેડા જીલ્લાના તાલુકા મથક ઠાસરામાં ગત્ મહિને બાળ વિકાસ ભરતી  માટેનો કેમ્પ યોજાયો હતો. આ ભરતીમાં તંત્ર દ્વારા કૌભાંડ થયાના આક્ષેપો થયા છે. જ્યાં આશાના કિરણ સાથે અસંખ્ય બહેનો ં ઘરના ભાડા ખર્ચીને આવ્યા હતા. જેમાંથી ઉચ્ચ અધિકારીની હાજરીમાં આંગણવાડી અને તેડાઘરની ૨૫ બહેનોની પસંદગી  થઇ હતી.પરંતુ ભરતી  સમયે આ બહેનોના નામ રદ  કરીને તંત્ર દ્વારા કૌભાંડો થયા હોવાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે.

રાજ્યભરમાં આંગણવાડીની ભરતીઓ થઇ રહી છે ત્યારે  ઠાસરા તાલુકામાં બાળ વિકાસ યોજના અંતર્ગત તા ૧૨ જુલાઇના રોજ ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં બારાડી,અકલાચા,ખીજલપુર,વીરાકૂવા,નેસ   સહિત ૧૮ ગામોમાંથી અસંખ્ય બહેનો આવ્યા હતા. પ્રાંત અધિકારી અનિલભાઇ વારાસીની ઉપસ્થિતીમાં મહિલાઓની ભરતીઓ કરવામાં આવી હતી.આ ભરતીમાં ૧૮ આંગણવાડીની સેવિકાઓ અને ૭ તેડાઘર બહેનોની પસંદગી કરવામાં આવી હતી અને તેઓને નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ  સીડીપીઓ તેમજ ક્લાર્કે   પોતાની મનમાની કરી આ નિર્ણયને રાતોરાત બદલી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની બૂમ ઉઠી છે. કારણ કે અહિ પ્રાંત અધિકારીની હાજરીમાં જે બહેનોની પસંદગી થઇ હતી તેમાંથી વીરાકુવા અને બોરડી ગામની બહેનોના નામ રદ કર્યા હોવાનું કારોબારીના સભ્યોએ જણાવ્યું હતું.

વળી,સરકારના નિયમ મુજબ  આ પસંદગી સમયે વિધવા બહેનો, ત્યાગતા અને નજીકના વિસ્તારમાં  કોણ રહે છે તે  ચકાસીને  જ પસંદગી કરવાની  હોય છે.આ બધી જ તપાસ સાથે  ધોરણ ૭ સુધીની શૈક્ષણિક લાયકાત જોવામાં આવે છે.પરંતુ અહિ બહેનોના જણાવ્યા મુજબ ઇન્ટરવ્યુ સમયે પ્રાંત અધિકારીની હાજરીમાં જ તેઓની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ નોકરી અંગે તપાસ કરવા જતા તેઓની શૈક્ષણિક લાયકાત ઓછી છે તેવા બહાના કાઢીને રીજેક્ટ કરવામાં આવ્યા હોવાનું આ પસંદ થયેલી બહેનો જણાવી રહી છે. આ પ્રકારના રાતોરાત  થયેલા ફેરબદલને કારણે તાલુકા અધિકારીઓ સામે લાંચ લઇને  ભરતીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.

જો કે આ અંગે પ્રાંત અધિકારી અનિલ વારાસીનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે મારી હાજરીમાં જ બધી પ્રોસીઝર થઇ હતી.આથી કોઇ ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ નથી.તેમ છતાં કોઇને પ્રશ્ન હોય તો મને રૃબરૃ મળી શકે છે.

- બાળ વિકાસ અધિકારી મનમાની કરે છેઃકારોબારી ચેરમેન
નડિયાદ,તા.૧૨ ઓગસ્ટ શનિવાર 2017
આ અંગે કારોબારી ચેરમેન ભલાભાઇને પુછતા તેઓએ જણાવ્યું હતું કે,બાળ વિકાસ અધિકારી નિયમો અને પરિપત્રોનું અર્થઘટન કરી પોતાની મનમાની ચલાવે છે.

Post Comments