Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોરસદ તાલુકામાં એક રાતમાં ૮ ઇંચ વરસાદ

- એક રાતમાં આણંદ જિલ્લામાં સરેરાશ ૨૬૭ મીમી વરસાદ નોંધાયો

આણંદ,તા.12 જૂલાઇ 2018 ગુરુવાર

અષાઢ મહિનાની શરૃઆત થવાની છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. બુધવાર મોડી સાંજ બાદ સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગઈકાલે એક જ રાત્રિમાં નોંધાયેલ વરસાદ પૈકી સૌથી વધુ બોરસદ તાલુકામાં ૧૯૮ મી.મી. જ્યારે સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જો કે ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન જિલ્લામાં ૧૩૩૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ૨૧૪૧ મી.મી. વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત મેઘમહેર જારી રહેવા પામી છે. બુધવારે બપોર સુધી મેઘરાજાએ વિરામ ફરમાવ્યા બાદ મોડી સાંજ બાદ મેઘરાજાએ રીએન્ટ્રી કરી હતી. આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને થોડી જ ક્ષણોમાં સમગ્ર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. સમીસાંજ બાદ શરૃ થયેલ વરસાદ મોડી રાત સુધી જારી રહ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.

જિલ્લાના બોરસદ તાલુકામાં એક જ રાતમાં લગભગ ૮ ઈંચ, આંકલાવ તાલુકામાં લગભગ ૫ ઈંચ, પેટલાદ તાલુકામાં ૫ ઈંચ, તારાપુર અને સોજિત્રા તાલુકામાં લગભગ ૬ ઈંચ, આણંદ તાલુકામાં લગભગ ૩.૫ ઈંચ, ખંભાત તાલુકામાં ૨.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરેઠ તાલુકામાં માત્ર ૫ મી.મી. વરસાદ નોંધાતા જિલ્લામાં સરેરાશ ૨૬૭.૬૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

જો કે ગત વર્ષે આ સમયગાળા સુધીમાં આણંદ જિલ્લામાં સરેરાશ ૧૬૭.૧૨૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. જેમાં આણંદ તાલુકામાં ૧૫૨ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૧૨૭ મી.મી., બોરસદ તાલુકામાં ૨૫૫ મી.મી., આંકલાવ તાલુકામાં ૨૬૪ મી.મી., પેટલાદ તાલુકામાં ૧૩૫ મી.મી., સોજિત્રા તાલુકામાં ૧૧૮ મી.મી., ખંભાત તાલુકામાં ૧૮૦ મી.મી. અને તારાપુર તાલુકામાં ૧૦૭ મી.મી. મળી કુલ ૧૩૩૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આણંદ તાલુકામાં ૩૧૯ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૧૯૧ મી.મી., બોરસદ તાલુકામાં ૩૪૬ મી.મી., આંકલાવ તાલુકામાં ૨૬૭ મી.મી., પેટલાદ તાલુકામાં ૨૭૦ મી.મી., સોજિત્રા તાલુકામાં ૩૩૩ મી.મી., ખંભાત તાલુકામાં ૧૫૧ મી.મી અને તારાપુર તાલુકામાં ૨૬૪ મી.મી. મળી કુલ ૨૧૪૧ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, ચાલુ વર્ષે સમગ્ર આણંદ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

 

ખંભાતમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ નોંધાયો

ચાલુ વર્ષે આણંદ જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેરને લઈને ધરતીપુત્રો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જિલ્લાની એકમાત્ર ખંભાત તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓમાં વધુ વરસાદ નોંધાયો છે. ખંભાત તાલુકામાં ગત વર્ષની સરખામણીએ ૨૯ મી.મી. વરસાદ ઓછો નોંધાયો છે
.
ઉલ્લેખનીય છે કે જિલ્લાના ભાલ પંથક ગણાતા ખંભાત તાલુકામાં ઓછો વરસાદ નોંધાતા ચાલુ વર્ષે તેની અસર ખેતીપાક ઉપર પણ થઈ શકે છે.

 

Post Comments