Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દારૃની મહેફીલ માણતા ૧૨ નબીરા બે દિવસના રિમાન્ડ પર

- આંકલાવના ચમારા ભાટામાં

- નબીરા દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યા એ પોલીસ જાણવા માગે છે

આણંદ,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

આણંદ જિલ્લાના આંકલાવ તાબે ચમારા  ભાટા વિસ્તારમાં આવેલ એક ફાર્મ પર વડોદરા અને આસપાસના ગામોમાંથી આવેલ ૧૨ નબીરાઓએ જન્મદિવસની ઉજવણી કરવા  ખાણીપીણીની મહેફીલ યોજી હતી. જેમાં ઝડપાયેલા ૧૨ નબીરાઓેને કોર્ટમાં રજુ કરી તેમના બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.જેમાં  વિદેશી દારુનો જથ્થો આ ઈસમો ક્યાંથી લાવ્યા તે માટે પોલીસે ચાર દિવસની માંગણી કરતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાની માહિતી પોલીસે જણાવી હતી.

 આંકલાવ તાબે ચમારા પાસે આવેલ ભાટા વિસ્તાર નજીક આવેલ એક ફાર્મ પર શરાબ અને કબાબની મિજબાની જન્મદિવસની ઉજવણી કરવા કરાઈ હતી. આ મિજબાનીમાં પોલીસે નાટયાત્મક દરોડો પાડતા ૧૨ નબીરાઓ પોલીસના હાથે વિદેશી દારુની બોટલો સાથે ઝડપાયા હતા.પોલીસના દરોડામાં જૈમીન લીલાધર મકવાણા રહે. ગોત્રી, મુકેશભાઈ ગુલાબભાઈ રાજપુત વડોદરા,અક્ષય કમલસીંગ રાજપુત રહે.કારેલી બાગ, નિકુંજ રાજેશભાઈ પટેલ રહે કારેલીબાગ,હિરેન રમેશભાઈ કહાર રહે નાગરવાડા,ભરત દલસુખભાઈ માંછી રહે કારેલીબાગ, કૃણાલ ભરતભાઈ પરીખ રહે કારેલીબાગ, વિપુલ રાજુભાઈ પઢિયાર, હર્ષદ જ્યંતિભાઈ તડવી, રાજેશ રમેશભાઈ પઢીયાર,નરેશભાઈ કિરીટભાઈ ચૌહાણ રહે. નાગરવાડાને આ મહેફિલ માણતા ઝડપી લેવાયા હતા. આ ઈસમોની અટકાયત બાદ તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ તમામ ઈસમોએ મંગાવેલ વિદેશી દારુનો જથ્થો ક્યાંથી લાવ્યા તે રહસ્ય પરથી પરદો ઉચકવા પોલીસે તેઓના ચાર દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાની વિગતો બહાર આવી હતી.

આ ઘટનામાં તપાસ કરતા આંકલાવના અધિકારીનો ટેલિફોનીક સંપર્ક કરાયો હતો.જેમાં ઉક્ત તમામ ઈસમોએ તેમના એક દિવસના રિમાન્ડ સમયમાં આ વિદેશી દારુનો જથ્થો શિવરાજપુર ખાતેથી મળ્યો હોવાની કબુલાત કરી હતી. પરંતુ શિવરાજપુરમાં પણ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે રહસ્ય પરથી પોલીસ હજુ સુધી પડદો ઉચકી ન ઉચકી શકી હોવાની માહિતી વધુમાં જણાવી હતી.

Post Comments