Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈબેરિયાની પહાડીઓ પર છે દુનિયાનું સૌથી ખતરનાક ટોયલેટ

- ત્યાંનું તાપમાન -5૦ ડિગ્રી સેન્ટીગ્રેડ રહે છે

સુઘડ અને સ્વચ્છ શૌચાલય કોને ન ગમે. લોકો કોઈ પણ ટોયલેટમાં તેની સફાઈ અને સ્વચ્છતાના આધારે સમય વિતાવતા હોય છે. ઘણા લોકો તો ઘરમાં ટોયલેટને પણ મોટા મન થી બનાવે છે. કેમ ન બનાવે એ પણ જરૂરી છે. આપણે બધાએ વિવિધ પ્રકારના ટોયલેટ જોયા હશે, રેલ્વેના વિચિત્ર ટોયલેટ, હોસ્પિટલના ગંદા શૌચાલય, સાર્વજનિક જગ્યાઓ પરના ગંદા ટોયલેટ અને હોટલ્સના સુઘડ અને સ્વચ્છ શૌચાલય. પરંતુ આજે આપને જે ટોયલેટ વિશે જણાવી શું તેના વિશે આપે ક્યારે વિચાર્યું પણ નહિ હોય. સાઈબેરિયાના આ ટોયલેટને દુનિયાનું સૌથી ખતરનાક ટોયલેટ પણ કહેવામાં આવે છે.

એક વાતતો નક્કી છે કે પ્રેશર જગ્યા નહિ ઈમરજન્સી જોવે છે. સાઈબેરિયામાં Altaiના પહાડોની ચોટી પર વૈજ્ઞાનિકોએ પોતાના ઉપયોગ માટે એક ખાસ ટોયલેટ બનાવ્યું છે, જે હવામાં 8500 ફૂટની ઉંચાઈએ છે. અહિયાં ઉપર વૈજ્ઞાનિકોના કામ કરવા માટે એક લેબ બનાવવામાં આવી છે, જેની બહાર કિનારાપર આ શૌચાલય બનાવવામાં આવ્યું છે. લાકડા વડે બનેલું આ ટોયલેટ ચેમ્બર વૈજ્ઞાનિકોને એવો એનુભવ કરાવે છે, તેઓ દુનિયાના બીજા છોર પર બેસીને હલકા થઇ રહ્યા હોય.

આપ કદાચ એ વિચારી રહ્યા હસો કે માત્ર ઉંચાઈના કારણે તેને દુનિયાનું સૌથી ખતરનાક ટોયલેટ કહેવું તે ખોટું છે. પરંતુ હકીકત એ છે કે આ ટોયલેટ જ્યાં સ્થિત છે ત્યાંનું તાપમાન -5૦ ડિગ્રી સેન્ટીગ્રેડ રહે છે. હવે આપ સમજી ગયા હશો કે પોતાની લેબોરેટરી થી નીકળીને ત્યાં જવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે.
 

Post Comments