Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જોઈ છે રૂા. 3.74 અબજની કાનની બુટ્ટીની જોડ? એ પણ બંને બુટ્ટી જુદા જુદા રંગની

- બંને ઈઅર-રિંગ્સ છે જુદા જુદા, 16 કેરટના હિરા જડીત કાનબુટ સૌની મનપસંદ

- જીનીવામાં એક ઓકશનમાં વેચાઈ આ બુટ્ટીની જોડ

જીનીવા, તા. 19 મે 2017, શુક્રવાર

તમે હિરાની બુટ્ટી જોઈ હોય અને એના અધધ ભાવ પણ જોયા હોય પરંતુ તાજેતરમાંજ એક હરાજીમાં એક બુટ્ટીની જોડની બોલી રૂા. 3.74 અબજ બોલાતા લોકોના મોં ખુલ્લાને ખુલ્લા જ રહી ગયા હતા.

સાંધીબઝ ઓકશન હાઉસ દ્વારા જીનીવા ખાતે ઈઅર રિંગ્સની એક અનોખી જોડીની હરાજી કરવામાં આવી. હીરાના બનેલા આ ઈઅર રિંગ્સની ખાસિયત એ છે કે એ દેખાવમાં અલગ અલગ છે.

બંને ઈઅર-રિંગ્સ કોન્ટ્રાન્સ મેચીંગમાં
મતલબ કે એક વિવિડ અપોલો બ્લુ ડાયમંડમાંથી બનેલુ છે. જયારે બીજુ ગુલાબી રંગનુ છે . વળી બ્લુ રંગના ઇઅર રિંગ 15.54 કેરેટનું છે. જયારે ગુલાબી ઇઅર-રિંગ 16 કેરેટનું છે છતાં આ અનોખી કોન્ટ્રાસ્ટ મેચીંગ જોડીના ઓકશનમાં અધધધ 3.74 અબજ રૂપિયા જેટલી ઉંચી કિંમત ઉપજી છે.

હજુ વધુ કિંમત ઉપજવાની આશા હતી
જોકે, આયોજકોને તો આના કરતા કયાંય ઉંચી કિંમત ઉપજવાની અપેક્ષા હતી. તેમ છતાં આટલી આસમાની કિંમત સાથે આ કાનના બુટિયા વિશ્વના અત્યાર સુધીના સૌથી મોંઘા ઈઅર-રિંગ્સ બની ગયા છે. ઓકશન હાઉસે આ ઈઅર રિંગ્સ કોણે ખરીદ્યા એ જાહેર કરવાની ના પાડી દીધી છે.

Post Comments